પ્રવાસીઓ માટે ખાસ હાઇડ્રોજન ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
રેલ્વે મંત્રાલયે દેશમાં હાઈડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’. જેમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે
Navsari: ગુજરાતમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે.જેમાં ગુજરાતમાં બીલીમોરા અને વઘઈ વચ્ચે આ હાઈડ્રોજન ટ્રેન દોડશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે આ જાહેરાત કરાતાં વઘઇના સ્થાનિક લોકો અને વેપારી એસોસિએશને આ હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે.
બાપુ કી ગાડી તરીકે જાણીતી બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેન વર્ષોથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગના આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન રહી છે. ગુજરાત સહિત દેશની અનેક હેરિટેજ લાઈનો પર દોડતી દેખાશે હાઈડ્રોજન ટ્રેન. રેલ્વે મંત્રાલયે દેશમાં હાઈડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’. જેમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે.
ગુજરાતમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે.જેમાં ગુજરાતમાં બીલીમોરા અને વઘઈ વચ્ચે હાઈડ્રોજન ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વેષ્ણવે જાહેરાત કરી.દેશમાં ટુંક સમયમાં હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાવવાની વાત કરી.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં બિલિમોરા-વઘઈ રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડશે.
ટૂંક સમયમાં દેશની અનેક હેરિટેજ લાઈનો પર હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાશે. મહત્વનું છે કે રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યુ છે. જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે.
હાઈડ્રોજન ફ્યૂલથી ચાલનારા એન્જિન દેખાશે તો સ્ટીમ એન્જિન જેવા જ અને તેમની ડિઝાઈન પણ એવી જ હશે પરંતુ તેને ચલાવવા માટે હાઈડ્રોજનનો ઉપયોગ કરાશે.રેલ્વેએ કહ્યું કે ડિસેમ્બર 2023થી દેશમાં હાઇડ્રોજન ટ્રેનો દોડવાનું શરૂ થશે. તે પહેલા 8 હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે.દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે આ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવી રહી છે.
રેલવેએ જણાવ્યું કે આ અંગે ટ્રેનોના એન્જિન અને કોચમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે કોચમાં પ્રોપલ્શન યુનિટ પણ લગાવવામાં આવશે. આ સાથે તેમાં વિસ્ટાડોમ કોચ પણ લગાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 2 વર્ષમાં, દેશમાં સંપૂર્ણપણે હાઇડ્રોજન ટ્રેનો શરૂ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર