નવસારીઃ 80 ટકા જેટલો વરસાદ પડવા છતાં વિજલપોરના 3 તળાવો ખાલીખમ
News18 Gujarati Updated: August 13, 2019, 7:58 PM IST

વિજલપોરના તળાવની તસવીર
પાલિકા હદ વિસ્તારમાં આવતા બાબર ઇશીત તળાવ,ગામ તળાવ અને કાલી તળાવ,સારો વરસાદ થયો હોવા છતાં ખાલી ખમ જોવા મળી રહ્યા છે.
- News18 Gujarati
- Last Updated: August 13, 2019, 7:58 PM IST
રાજન રાજપુત, નવસારીઃ નવસારી જિલ્લામાં હાલ સરેરાશ સિઝનનો 75થી 80 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. પરંતુ જલાલપોર તાલુકામાં આવેલી વિજલપોર પાલિકાના ખાડે ગયેલા વહીવટના પ્રતાપે આ વિસ્તારના ચાર તળાવો વરસાદી ખાબોચિયા જેવા ભાસી રહ્યા છે.
પાલિકા હદ વિસ્તારમાં આવતા બાબર ઇશીત તળાવ,ગામ તળાવ અને કાલી તળાવ,સારો વરસાદ થયો હોવા છતાં ખાલી ખમ જોવા મળી રહ્યા છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર જી.કે ચંડપ્પાએ ગત વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે તળાવ ખાલી રહ્યા હોવાનો મત વ્યક્ત કરી વગર પાણીએ સુકાતા તળાવ કહી દીધા હતા.
વિજલપોર પાલિકા દ્વારા મુખ્ય ત્રણ તળાવો બાબર ઇશીત તળાવ, કાલી તળાવ સહિત ગામ તળાવના બ્યુટીફિકેશન અને મધુર જળ યોજના હેઠળ વર્ષ 2015માં કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ યોજનાઓ પાછળ પાલિકા દ્વારા કુલ એક કરોડ સત્યાસી લાખ જેટલો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો.પરંતુ આયોજન વિના ની યોજનાઓ ના ચાર વર્ષ વીતી જવા છતાં વિજલપોર પાલિકા આ તળાવો માં પાણી ભરી શકી નથી.જેને લઈ અહીં પ્રજા ના પૈસા વગર પાણીએ ડૂબી ગયા હોવા જેવો ઘાટ થયો છે.આયોજન વિનાની યોજનાઓ અને ખાડે ગયેલા વહીવટના કારણે વિજલપોર પાલિકાના સત્તાધીશોએ પાણી વગરના તળાવમાં પ્રજાના કરોડો રૂપિયા ડુબાડી દીધા છે. એક તરફ રાજ્ય સરકાર સુજલામ સુફલામ જળ યોજના હેઠળ તમામ તળાવો ઊંડા કરાવી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ વિજલપોર પાલિકાના સાશકો તળાવ ઊંડા થવાના કારણે પાણી નથી. ભરાયું તેવો પાયા વિહોણો દાવો કરી રહ્યા છે.
વિજલપોર પાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે હાલ તો સારો વરસાદ થયો હોવા છતાં તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા વર્ષોમાં પણ તળાવોમાં પાણી આવે તેવું કોઈ નક્કર આયોજન પાલિકા પાસે નથી.

Loading...