રામ રાખે એને કોણ ચાખેઃ પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયેલા શિક્ષકનો ચમત્કારિક બચાવ

પુલ પરથી નીચે પટકાયેલા શિક્ષક

નવસારીના ચીખલી તાલુકાના હોન્ડ ગામે નદીના પુલ ઉપરથી 50 ફૂટ નીચે પટકાયેલા બાઇક ચાલક બલવાડા ગામના શિક્ષક યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ નવસારીના ચીખલી તાલુકાના હોન્ડ ગામે નદીના પુલ ઉપરથી 50 ફૂટ નીચે પટકાયેલા બાઇક ચાલક બલવાડા ગામના શિક્ષક યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, હાથપગના ભઆગે ઇજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે બલવાડા મંદિર ફળિયાના 30 વર્ષીય અજય બુધાભાઇ નાયકા પટેલ વંકાલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ રવિવારે બપોરેના સમયે બલવાડાથી ચીખલી જવા માટે મોટર સાઇકલ ઉપર નીકળ્યા હતા.

  આ દરમિયાન નેશલ હાઇવે ઉપર હોન્ડ ગામ પાસે કાવેરી નદીના પુલ ઉપરથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેઓ હવામાં ફંગોળાયા બાદ પુલની પેરાપીટ એક હાથે પકડાઇ જતાં તેમણે મદદ માટે બૂમાબૂમ કરી હતી.

  આ પણ વાંચોઃ-ભરૂચઃ દહેજ માર્ગ ઉપર પીકઅપ વાન પલટી, છ લોકો ઇજાગ્રસ્ત

  પરંતુ કોઇ વાહન ચાલક મદદે આવતા તેઓ પેરાપેટને પકડી રાખવામાં અસમર્થ રહેતા તેઓ અંદાજે 50 ફૂટ નદીમાં નીચે પટકાયા હતા. તેઓ નદીમાં કાદવ અને લીલા ઘાસવાળી જગ્યામાં પટકાયા અને ત્યાં પથ્થરો ન હોવાથી તેમને માથાના ભાઇ ઇજા ન થતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.

  આ પણ વાંચોઃ-દમણઃ પાતલિયા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઇ, ચાર યુવકોનાં મોત, પાંચ ઘાયલ

  નદીમાં તેઓ પટકાતા નદીમાં કપડાં ધોઇ રહેતી મહિલાની નજર પડતાં તેમણે જાણ કરતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પહોંચી જતાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અજયભાઇને પગ અને હાથના ભાગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published: