નવસારીઃ ભાઠામાં ફસાયેલા 35 લોકો પૈકી 30નું હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ

રેસ્ક્યૂ કરાયેલા લોકોની તસવીર

નવસારીના ગણદેવીના ભાઠા ગામમાં 35 જેટલા લોકો ફસાયા હતા . જેમાંથી 30 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

 • Share this:
  રાજન રાજપુત, નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. કેટલીક જગ્યાએ પાણી વચ્ચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તો નવસારીના ગણદેવીના ભાઠા ગામમાં 35 જેટલા લોકો ફસાયા હતા . જેમાંથી 30 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, વરસાદી પાણીમાં ફસાયેલા અન્ય લોકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટર રવાના થયું છે.

  મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ભાઠા ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું હતું. ગામ બેટમાં ફેરવાયું હોવાના કારણે 29 જેટલા લોકો ફસાયા હતા. આ અંગે જાણ થતાં કોસ્ટ ગાર્ડની એક ટીમ વડોદરાથી રવાના થઇને પહોંચી હતી. જ્યારે વડોદરાથી હેલિકોપ્ટર પણ એરલિફ્ટ કરવા માટે પહોંચ્યું હતું.

  હેલિકોર્ટરની મદદથી જવાનોએ ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યૂ કરીને સુરત સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગામના ત્રણે રસ્તા ધોવાયેલા છે અને નવસારીની મુખ્ય બે નદીઓ પૂર્ણા અને અંબિકા નદીમાં પૂર આવવાના કારે ગામમાં પાણી ફરી વળ્યા છે.  દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની છે. બંને નદીઓમાં હાલ ઘોડાપૂર આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીમાં પૂરના પગલે ઉમરા પૂલ પરથી ત્રણ ફૂટ પાણી વહી રહ્યાં છે જેના કારણે સૂરતથી અનાવલ જતો ઉમરા પૂલ પાણીમાં ગરકાવ થતાં રાજ્ય ધોરી માર્ગે ખોરવાયો છે.

  કાવેરી અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે કલેક્ટરે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. અંબિકા નદીમાં સતત વધી રહેલા જળસ્તરના કારણે બિલીમોર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.
  Published by:ankit patel
  First published: