Navsari: હાલના સમયમાં ફેન ફોલોવિંગની વાત અવે તો અનેક બૉલીવૂડ સ્ટારના ચાહકોની લાઈનો લાગે છે. ત્યારે નવસારીમાં અનોખો બોલીવૂડ સ્ટારના ફેનનો કિસ્સો સામે આવ્યો છે. બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનને મળવા તેનો ચાહક પગપાળા મુંબઈ રવાના થયો છે. જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તા ખાતે રહેતો મોબીન તૈયબ શેખ મોબીન જે 29 વર્ષનો છે અને તે પ્લાસ્ટિક રીસાયકલીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જે સલમાન ખાનની ફિલ્મનો ભારે શોખીન છે.
મોબીન સલમાન ખાનને પોતાનો આદર્શ માને છે અને તેનો મોટો પ્રશંસક પણ છે. નાનપણથી સલમાન ખાનને મળવા માટે તેની ઇચ્છા હતી જે હવે પૂરી થાય એવી તેના પરિવાર જનોને આશા વ્યક્ત છે.
મોબીનને તેના મુબઈ સ્થિત એક કોરીઓગ્રાફર મિત્રએ સલમાન ખાન સાથે મુલાકાત કરાવી આપવાની વાત કરતા જ મોબિન હરખનો સમાયો ન હતો. ત્યારે મોબીન ખુબ જ ખુશ થયો અને જીવનની આ ક્ષણને યાદગાર બનાવવા માટે તે પોતાના મનપસંદ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના ભાઈજાનને મળવા પગપાળા નીકળી પડ્યો છે.
મોબીનને તેના પરિવાર જનોએ અને મિત્રોએ કારમાં કે ટ્રેન દ્વારા મુંબઈ જવાની વાત કરી ત્યારે મોબીને કહ્યું કે વર્ષોથી જેની મુલાકાત લેવા માટે મેં આતુરતાથી રાહ જોઈ છે એ ક્ષણને હું આટલી સરળતાથી નહી પરંતુ સલમાન ખાનને પણ યાદ રહે એ રીતે યાદગાર બનાવવા માંગુ છું.
અને આ માટે મુંબઈ બાંદ્રા સ્થિત સલમાના ખાનના ઘર સુધી 260 કિલોમીટર પગપાળા જવાનું પસંદ કરીશ. પગપાળા પોતાના ફેન સલમાનને મળવાની આતુરતા એટલી કે બેનર સાથે પગપાળા આ યુવક નીકળી પડ્યો ત્યારે નવસારી ના લોકો પણ ફેન પ્રેમ જોઈ ચોકી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર