લગ્ન સમારંભમાં દારુની મહેફીલ, વરરાજા સહિત 23 નબીરા ઝડપાયા

લગ્ન સમારંભમાં દારુની મહેફીલ, વરરાજા સહિત 23 નબીરા ઝડપાયા

23 લોકોમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે

 • Share this:
  રાજ્યભરમાં લગ્નનો માહોલ જામ્યો છે. હને લગ્નમાં દારુની પાર્ટી કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવસારીમાં આવી જ રીતે લગ્ન સમારંભમાં દારુની પાર્ટી કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે રેડ પાડી 23 લોકોની અટકાયત કરી હતી. 23 લોકોમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

  ઘટનાની વિગત એવી છે કે નવસારી શહેરની નૂતન સોસાયટીમાં લગ્ન સમારંભ દરમિયાન દારુની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જાણ થતા લગ્ન સમારંભમાં રેડ કરી હતી અને 23 નબીરાની અટકાયત કરી તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા. 23 લોકોમાં 4 મહિલોઓ પણ સામેલ હતી. ખાસ વાત એ છે કે વરરાજો અર્પિત શાહ પણ દારુની મહેફીલમાં હાજર હતો.

  આ પણ વાંચો - દાદરા નગર હવેલીઃ યુગલને બ્લેકમેલ કરી મહિલા સાથે બદકામ કરવાનો પ્રયાસ

  આ સિવાય આ દારુની મહેફિલમાં નામાંકિત બિલ્ડર અને ભાજપના આગેવાન પ્રદીપ જૈનનો છોકરો જિમી જૈન પણ ઝડપાયો હતો. બિલ્ડર હિમાંશુ ચોક્સીના બે દિકરાઓ પણ દારુની મહેફીલ માણતા હતા.
  Published by:Ashish Goyal
  First published: