Home /News /south-gujarat /

રાજ્યમાં આકાશી કહેરમાં બે લોકોનાં મોત, ડૂબેલા છોટાઉદેપુરને બચાવવા ધમધમાટ

રાજ્યમાં આકાશી કહેરમાં બે લોકોનાં મોત, ડૂબેલા છોટાઉદેપુરને બચાવવા ધમધમાટ

બહાર કાઢવામાં આવેલા લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે

લોકોના આખા આખા ઘર પાણીમાં છે, ત્યાં લોકો માટે જિંદગી બચાવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. રાજ્યમાં પાણેજ ગામે 2 લોકોના મોત નિપજ્યું છે

    છોટાઉદેપુર: રાજ્યમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગઇકાલે કડાકાભડાકા સાથે પડેલા વરસાદે અમદાવાદ અને વલસાડને લગભગ ડૂબાવી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદમાં સરેરાશ સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણમાં સૌથી વધુ વલસાડમાં પાણી વરસ્યો છે. ખાસ કરીને વલસાડ છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં 22 ઇંચ વરસાદ પડ્યો છે. લોકોના આખા આખા ઘર પાણીમાં છે, ત્યાં લોકો માટે જિંદગી બચાવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. રાજ્યમાં પાણેજ ગામે 2 લોકોના મોત નિપજ્યું છે.

    છોટાઉદેપુરમાં આભ ફાટતાં વિકટ સ્થિતિ ઊભી થઇ છે. જ્યારે વરસાદી કહેરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. પાણેજ ગામમાં બે લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે બેટમાં ફેરવાયેલા ગામમાં લગભઘ 40થી વધુ પુશઓ પણ તણાયા છે. હાલ તંત્ર દ્વારા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. સાથે જ બહાર કાઢવામાં આવેલા લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે.

    છોટાઉદેપુરના નસવાડીમાં પણ ભારે તારાજી સર્જાઇ છે, જ્યારે ચોરામલ ગામ જવાનો એકમાત્ર રસ્તો તૂટ્યો છે. જેના લીધે આ ગામના લોકો ફસાયા હોવા જેવી સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતાં આ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી રહી. રસ્તો તૂટતાં તંત્ર પણ સતત લોકોને મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યું છે.

    આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગે સોમવારે સવારે 8.30 વાગ્યાથી મંગળવાર સવારના 8.30 વાગ્યાની આગાહી આપી છે. જે પ્રમાણે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.

    બીજી તરફ કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ખડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

    બીજી તરફ જામનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन