Home /News /south-gujarat /

રોજગારી માટે ઓમાન ગયેલા રાજ્યના 19 યુવાનો ફસાયા

રોજગારી માટે ઓમાન ગયેલા રાજ્યના 19 યુવાનો ફસાયા

ખાડી દેશ ઓમાનમાં ગુજરાતના 19 યુવાનો મુશ્કેલીમાં મૂકાયા છે.

    નવસારી : ખાડી દેશ ઓમાનમાં ગુજરાતના 19 યુવાનો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલ તેઓ શરણાર્થીઓની માફક જીવી રહ્યા છે. રોજગારી અર્થે ગલ્ફના આ દેશમાં ગયેલા આ ગુજરાતી યુવાનોને તેમની કંપનીના માલિકો સાથે થયેલી ચણભણના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકાયા છે અને હવે તેઓ અહીંના એક સ્થાનીય ગુરુદ્વારામાં શરણ લઇ રહ્યા છે

    પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી સહિત રાજ્યના 19 યુવાનો નોકરી માટે ઓમાન પહોંચ્યા હતા. ઓમાનની કંપનીમાં તેઓ ત્રણ મહિના પહેલા જ નોકરીએ લાગ્યાના સમયગાળામાં જ કંપનીના માલિકે યુવાનો સાથે બેહૂદુ વર્તન શરૂ કર્યું હતું, જેનો આ યુવાનોએ વિરોધ કર્યો હતો. જેને લઈ વાત વણસી હતી. આ મામલે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને વિરાવળ ગામના વતની પિયુષભાઈ પટેલના ધ્યાન ઉપર આવતા તેમને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી

    પિયુષ ભાઈએ જણાવ્યું હતું કે અહીંના વિરાવળના બે અને ગડતનો એક યુવાન ઓમાન નોકરી માટે ગયા હતા. આ ગામના જેનિશ અને જયવંત પટેલ સહિત કુલ 19 યુવાનો હાલ ઓમાનમાં ફસાયા છે. ઓમાનમાં કંપનીના માલિક સાથે માથાકૂટ ઉભી થઈ હતી અને તેના કારણે એક યુવાને સ્થાનિક પોલીસ મથકમાં માલિક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી, જેને લઈ મામલો બિચક્યો હતો.

    ઓમાનમાં ફસાયેલા ભારતીય યુવાનોને પરત વતન લાવવાના તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Caught, Oman, Youths, નવસારી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन