181 ટીમ મહિલા ને આત્મહત્યા ના વિચાર માંથી મુક્ત કરાવી
નવસારી જિલ્લા માંથી દીકરી 181 માં કોલ કરી જણાવેલ કે તેમની મમ્મી એ સુસાઇડ કરવાની કોશિશ કરી છે હાલ ઘરે બેસાડી છે 181 ટીમ મહિલા ને આત્મહત્યા ના વિચાર માંથી મુક્ત કરવી તેમની સાથે ખોટું થતા તેમની સામે લડવાની હિમ્મત આપતા 181 ટીમ નો હાથ જોડી આભાર માન્યો હતો.
Akshay kadam, Valsad: નવસારી જિલ્લામાં 181માં આવેલા એક ફોને તમામ ટીમના સભ્યોને દોડતા કરી દીઘા હતા.ફોન પરની બીજી બાજૂએથી એક માની દિકરીએ ફોન પર અભ્યમની ટીમને પોતાની માતા આપઘાત કરવા જઈ રહી છે તેવી વાત જણાવી હતી.જેને તેણીની દિકરીએ મમ્મીને ભારે જહેમત બાદ સમજાવી બેસાડી રાખી છે તેમ જણાવ્યું હતું.અભ્યમની ટીમ તાત્કાલિક દિકરીની વાણી સાભણી એક્સનમાં આવી હતી. અને આપધાત કરવાના બદઈરાદાથી મહિલાને સજાવી આપધાત કરવાથી બચાવી લીધી હતી.
આપધાત કરવા જઈ રહેલી મહિલાના આ બીજા લગ્ન છે.મહિલાએ હાલના પતિ સાથે 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા,બધુ શારૂ અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું.પરંતું છેલ્લા 3 મહિનાથી તેમનો પતિ તેઓના સાથે મારઝૂડ, માન્સિક ત્રાસ આપતો હતો. તેણીના સાથે કોઈ પણ પ્રકારનો સંબધ ન રાખી માનસિક અને શારીરિક રીતે રોજ હેરાનગતિ કરતો હતો.તેઓને સોસાયટી કે અન્ય લોકો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખવાનું પણ દબાણ કરતા હતા.તેઓની 2 દિકરીઓ છે જેઓને પણ તેમનો પતિ માન્સિક અને શારીરિક રીતે હેરાન કરતો હતો.જે દિકરીની માતાને સહેન ન થતું હોવાનું જણાવ્યું હતું.
મહિલાએ જણાવ્યું કે તેમના પતિએ તેઓના નામે લૉન લઇ દેવું કરી અન્ય સ્ત્રી સાથે ભાગી ગયા હતા.જેના કારણે તેઓ આર્થિક રીતે પણ તૂટી ગયા છે.ઘરમાં મોટી મુશ્કેલીઓ આવી ગઈ છે.પરંતુ હવે તેમની સાથેજ રેવાનું છે અને જિંદગી કાળવાનું છે તો ફરિયાદ કરે તો ઈજ્જત જશે તેમ વિચારી રોજ સહન કરતા હતા જેથી મહિલા ને સમજાવેલ કે દરેક સમસ્યાનોનો માર્ગ હોઈ છે સુસાઇડ કરવું એ સમાધાન નથી માનવ જીવન એક વાર મળે છે.
તો સુસાઇડ કરવું નહી તમારા પતિ તમને ડરાવે છે તો ડર્યા વગર તેમનો સામનો કરવો સુસાઇડ કરી તેમનો રસ્તો ખુલ્લો કરી આપવો નહી તમારી દીકરી નાની છે હજુ તેમનુ વિચારવુ આવા હવસ ખોરોને સુસાઇડ કરી માર્ગ ખુલ્લો કરી આપવો નહી. તેમ સમજાવતા સમજી જતા હવે સુસાઇડ નાઈ કરું અને આમ જ અન્ય મહિલા ની હિમ્મત બનજો અને મદદ કરજો જેમ મને હિમ્મત મડી છે તેમ કહી 181 ટીમ ને હાથ જોડી આભાર માન્યો હતો
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સાલહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજય મહિલા આયોગ અને જીવીકે ઇએમઆરઆઇ દ્વારા સંકલિત રીતે 8મી માર્ચ-2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજયવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેમાં રેસકયુવાન સહિત 24x7 આ સેવા સમગ્ર રાજયમાં કાર્યરત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર