નવસારી : 14000 માછીમારો કાલથી દરિયો ખેડવાની શરૂઆત કરશે, Coronaના કારણે માઠી દશા બેઠી

News18 Gujarati
Updated: August 2, 2020, 8:38 AM IST
નવસારી : 14000 માછીમારો કાલથી દરિયો ખેડવાની શરૂઆત કરશે, Coronaના કારણે માઠી દશા બેઠી
પ્રતિકાત્મક તસવીર

જીલ્લાના 1200થી વધુ ટ્રોલર બોટના માલિકો તેમજ 14000થી વધુ માછીમારો નારિયેળી પૂનમથી એટલે કે આવતી કાલથી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરશે પરંતુ કોરોનાએ માછીમારોની દશા અને દિશા બંને બદલી નાખી છે

  • Share this:
ભાવિન પટેલ, નવસારી : એક બાદ એક એમ તમામ કુદરતી આફતોનો માર સહન કરી રહેલ સાગર ખેડૂઓની કોરના નામક મહામારીએ કમર તોડ ફટકો આપ્યો છે ત્યારે લોકડાઉન બાદ ફરી અનલોકમાં માછીમારો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો એ માટે જીલ્લાના 1200થી વધુ ટ્રોલર બોટના માલિકો તેમજ 14000થી વધુ માછીમારો નારિયેળી પૂનમથી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરશે પરંતુ કોરોનાએ માછીમારોની દશા અને દિશા બંને બદલી નાખી છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ એહવાલ
 કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ સહિત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું હતું જેની સીધી અશર ધંધા-રોજગારો પર પડતા આર્થિક દ્રષ્ટિએ લોકોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે આપણે એવા લોકોની વાત કરી રહ્યા છે કે જેઓ છેલ્લા એક વર્ષથી કુદરતી આફતોનો જેવી જે અતિવૃષ્ટિ ,ક્યાર અને વાયુ ,નિસર્ગ વાવાઝોડાનો ભોગ બનતો આવ્યો છે અને ત્યાર બાદ આ કોરોનાના દૈત્યએ માછીમારોને કમરતોડ ફટકો આપ્યો હતો જેના કારણે નવસારીના 14000 થી વધુ માછીમારો અને 1200 ટ્રોલર બોટના માછીમારોને અંદાજિત કરોડો રૂપિયાની નુકશાનીનો માર સહન કર્યો હતો.

જયારે હવે આવા સમયે લોકડાઉન બાદ અનલોકમાં માછીમારો પોતાની સ્થિતિમાં સુધારો લાવવા નારિયેળી પૂનમથી એટલે કે આવતી કાલથી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરશે પરંતુ કોરોનાએ માછીમારોની દશા અને દિશા બંને બદલી નાખી છે .માછીમારો પોતાના ધંધાની શરૂઆત તો કરી રહ્યા છે એ પણ પોતાના માથે લાખો રૂપિયાનું દેવું કરી .જયારે એ માછીમારો પોતાનો દરિયાઈ માવો (માછલીઓ ) હવે મુંબઈને બદલે દક્ષિણ ગુજરાતના ધોલાઈ ખાતે જ લાવી વેચાણ કરશે જેને કારણે ભાવો પણ ઓછા મળવાની શક્યતા રહેલીનવસારીના 14000 થી વધુ માછીમારો અને 1200 ટ્રોલર બોટના માછીમારોને અંદાજિત કરોડો રૂપિયાની નુકશાનીનો માર સહન કર્યો છે.

ત્યારે આવા સંજોગોમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મત્સ્ય  સંપદા યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી.પરંતુ હવે એક બાજુ કોરોનાને કારણે જીલ્લાના માછીમારો પોતાના ધંધા રોજગારની શરૂઆત એટલે કે આવતી કાલથી  તો કરવા જઇ રહ્યા છે.પરંતુ માછીમારોની માછીમારી કરવાની દિશા પણ બદલાઈ ગઈ છે.જે માછીમારો પેહલા મુંબઈ.ઓખા સહિતના વિસ્તારોમાં માછીમારી કરી પોતાનો માલ ની સારી એવી કિંમત મેળવતા હતા હવે એજ માછીમારો કોરોનાને કારણે નવસારીના ધોલાઈ બંદર ખાતે પોતાનો માલ વેચશે પરંતુ બીજી બાજુ ભાવ સારા ન મળવાની દેહસત પણ આ માછીમારોને સતાવી રહી છે.

 

કોરોનાના લોકડાઉન ના સમયગાળા બાદ દરેક ક્ષેત્રે આર્થિક રીતે પગભર થવું કઠિન બન્યું ત્યારે દરેક ક્ષેત્રના લોકોને પગભર થવા આત્મનિર્ભર બનવું જરૂરી છે ત્યારે  દક્ષિણ ગુજરાતના માછીમારો આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને લઇ પોતાની દશા અને દિશા બદલવાની નેમ સાથે આવતી નારિયેળી પૂનમથી માછીમારીની શરૂઆત કરી પોતાના વિસ્તારમાંજ  દરિયાઈ માવો વેચવાની સાથે કોરોના સંક્રમણથી પણ બચવાનો નુસખો અપનાવતા નવસારી જીલ્લાના 14000 થી વધુ માછીમારોના જીવનમાં ન ઉમંગ સાથે આત્મનિર્ભર બનવાના વિશ્વાશનો સંચાર થયો છે
Published by: Jay Mishra
First published: August 2, 2020, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading