
બ્રિટેનની હોસ્પિટલ પર એક સાથે સાઇબર અટેક થયો છે. આ સાથે હોસ્પિટલોમાં નેશનલ હેલ્થ સર્વિસ(એનએચએસ)થી જોડાયેલા કમ્પ્યુરને હેક કરી લેવાયા છે. ખબર છે કે આ કમ્પ્યુટર્સને હેકર્સએ રેજમવેયર દ્વારા હેક ર્યા છે. બીબીસી રીપોર્ટ અનુસાર આ સાયબર એટેકની ચપેટમાં દુનિયાના 99 દેશ આવ્યા છે અને 75000થી વધુ કમ્પ્યુટર્સને હેકર્સે નિશાન બનાવ્યા છે. બ્રિટેન નેશનલ હેલ્થ સર્વિસને જે રેજમવેયરે નિશાન બનાવ્યો છે તેનું નામ WanaCrypt0r 2.0 છે.