10 ખાસ વાતો: ભયંકર ભૂકંપને પણ સહની કરી શકે છે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યૂ ઑફ યુનિટી"નું અનાવરણ કર્યું.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યૂ ઑફ યુનિટી"નું અનાવરણ કર્યું. સમારોહ શરૂં થતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "દેશને એકતાના સૂત્રમાં બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજ્યંતી પર કોટી કોટી પ્રણામ."

  આવો જાણીએ "સ્ટેચ્યૂ ઑફ યુનિટી" વિશે 10 ખાસ વાતો-

  (1) સરદાર વલ્લભભાઈ પટેલની આ મુર્તી બનાવવા પાછળ લગભગ 2990 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. 182 મીટર ઊંચી આ મુર્તીમાં 1,40,000 ક્યુબેક મીટર સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય 2000 ટન કૉપર તેમજ 18500 ટન રૉડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ 3000 મજૂરોએ 33 મહિનામાં આ પ્રતિમા બનાવી હતી.

  (2) "સ્ટેચ્યૂ ઑફ યુનિટી" વડાપ્રધાન નરેનદ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમણે આ પ્રોજેક્ટની જાહેરાત 2010ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન કરી હતી.

  (3) દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રતિમા એટલી શક્તીશાળી છે કે 220 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલનારા તોફાન પણ તેને કોઈ નુકશાન ન પહોંચાડી શકે. તેમજ રેક્ટર સ્કેલ પર 6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ આ પ્રતિમાને કોઈ અસર ના કરી શકે.

  (4) "સ્ટેચ્યૂ ઑફ યુનિટી"નું નિર્માણ નોઈડાના શિલ્પકાર પદ્મભુષણ રામ વી સુતારના નેતૃત્વ હેઠળ થયું. પ્રતિમામાં સરદાર વલ્લભભાઈ પટેલના ચહેરા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સુતારે લગભગ 2000 ચિત્રોના અધ્યયન પછી તેમના ચહેરાની ડિઝાઈન તૈયાર કરી. આ દરમિયાન સુતારે ઘણા ઈતિહાસકારોની મુલાકાત પણ લીધી.

  (5) દુનિયાભરમાં 139 પ્રતિમાઓ એવી છે જે 30 મીટરથી ઉંચી હોય એમાંથી 42% ભારત અને ચીનમાં બનાવવામાં આવે છે. ચીનમાં 34 અને ભારતમાં 25 એવી પ્રતિમાઓ છે જે 30 મીટર ઉંચી હોય .

  (6) અત્યાર સુધી સૌથી ઉંચી મુર્તીનો રેકોર્ડ ચીનમાં સ્થિત સ્પ્રિંગ ટેમ્પલની 153 મીટર ઉંચી બુદ્ધ પ્રતિમાના નામે હતો. પરંતુ તેને પછાળી સરદાર પટેલની આ પ્રતિમા "સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી" કરતાં બે ઘણી ઉંચી છે.

  (7) આ પ્રસંગે, રેલવે એક ખાસ ટ્રેન ચલાવશે. યુનિટી એક્સપ્રેસ નામે આ ટ્રેન રાજકોટથી આગામી 12 દિવસ સુધી ચાલશે.

  (8) સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓ માટે બે લિફ્ટ પણ મુકવામાં આવી છે જેમાં એક વારમાં 200 લોકો સવાર થઈ શકશે. ગુજરાત સરકારના કહેવા પ્રમાણે અહિં એક દિવસમાં લગભગ 15000 પ્રવાસીઓ આવશે.

  (9) સરદાર પટેલની પ્રતિમા જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લામાં 52 ઓરડા વાળું "ભારત ભવન" પણ બનાવવામાં આવ્યું છે. આ સાથે જ પ્રવાસીઓને અહિં ફુડ કોર્ટ અને ફુલોની ઘાટી સાથે સાથે બોટીંગની પણ સુવિધા મળશે.

  (10) પ્રતિમાની અંદર 135 મીટરની ઊંચાઇએ પ્રેક્ષક ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાંથી પ્રવાસીઓ સરદાર સરોવર ડેમ અને નજીકની પર્વતમાળાને નિહાળી શકે.
  Published by:ankit patel
  First published: