અબુધાબીથી 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરન્ટાઇન કરાયા, સુવિધા મામલે રોષ વ્યક્ત કર્યો

અબુધાબીથી 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરન્ટાઇન કરાયા, સુવિધા મામલે રોષ વ્યક્ત કર્યો
પ્રતિકાત્મક તસવીર

નર્મદા જિલ્લામાં 300 જેટલા લોકોને રાખી શકાય એટલી સરકારી અને ખાનગી બંને મળી ફેસિલિટી તંત્ર પાસે છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : દુબઈના અબુધાબીથી 133 ભારતીય મજદૂરોને નર્મદામાં કોરનટાઇન કરવામાં આવ્યા છે. તમામ મજદૂરોને રાજપીપળાની આદર્શનિવાસી શાળામાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવ્યા છે, તેમણે વધુ સારી સુવિધાની માંગણી કરી મીડિયા સામે રોષ વ્યકત કર્યો હતો.

  લોકડાઉન પહેલા દુબઇની એક કંપનીમાં મજદૂરી માટે ગુજરાતના કેટલાક મજદૂરો ચાર મહિના પહેલા મજૂરી માટે ગયા હતા, જ્યાં કામગીરી કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ કરાતા બે મહિનાથી આ મજદૂરો અબુધાબીમાં અટવાયા હતા. હાલ ફ્લાઈટો શરૂ થતાં એક ફ્લાઇટ દુબઇથી સીધી અમદાવાદ આવી હતી, તેમનું ચેકીંગ કરીને 10 દિવસ સરકારી કોરનટાઇન માટે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા.  જેમાંથી 133 જેટલા વ્યક્તિઓને નર્મદા જિલ્લામાં કોરન્ટાઇન માટે મોકલવામાં આવ્યા, જેથી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમને રાખવામાં આવ્યા. જોકે આ ફેસિલિટી બરોબર નથી તેમ કહી, વધુ સારી સુવિધા જોઈતી હોય અહીંયા રહેવા બાબતે વિરોધ નોંધાવી સરકારની કામગીરીની નિંદા કરી હતી. અને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.

  નર્મદા જિલ્લામાં 300 જેટલા લોકોને રાખી શકાય એટલી સરકારી અને ખાનગી બંને મળી ફેસિલિટી તંત્ર પાસે છે. જે પ્રમાણે રાજ્ય સરકારને સૂચના આપી હતી. જોકે આદિવાસી જિલ્લામાં વધુ સારી વ્યવસ્થા આપી શકાય તેમ ના હોય ખાનગીમાં રૂપિયા ખર્ચી આ મજદૂરો જવા તૈયાર નથી એટલે તંત્રની મજબૂરી હોવા છતાં વિદેશથી આવેલ આ વ્યક્તિઓ પરિસ્થિને સમજવા કરતા તંત્ર સામેજ રોષ વ્યકત કરતા નજરે પડ્યા હતા.
  First published:May 28, 2020, 22:30 pm

  टॉप स्टोरीज