સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે તમારે ખર્ચવા પડશે આટલા પૈસા

182 મીટર ઊંચી પ્રતિમાની છાતીમાં બનેલી ગેલેરીમાંથી તમે સરદાર સરોવર ડેમનો નજારો જોઈ શકશો.

182 મીટર ઊંચી પ્રતિમાની છાતીમાં બનેલી ગેલેરીમાંથી તમે સરદાર સરોવર ડેમનો નજારો જોઈ શકશો.

 • Share this:
  નર્મદાઃ સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે 31મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થશે. લોકાર્પણના સમાચારની સાથે જ કેવડિયા વિશ્વ ફલક પર ચમકી ગયું છે. અનાવરણની સાથે સાથે કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તેવા બધા જ પ્રયાસો કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ ચોક્કસ ફી ચુકવવી પડશે. પ્રવાસનને વેગ આપવા માટે કેવડિયા ખાતે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે તેનું અનાવરણ કર્યું હતું. આ ટેન્ટ સિટીમાં લોકો જરૂરી ફી ચુકવીને રહી શકશે.

  રૂ. 500 સુધીનો ખર્ચ થશે

  સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂ. 500 સુધીનો ખર્ચ કરવો પડશે. આ માટે બસ ટિકિટ જીએસટી સાથે રૂ. 30 ચુકવવી પડશે. જ્યારે પ્રવેશ ફી માટે રૂ. 120 ચુકવવા પડશે.

  12 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિ માટે પ્રવેશ ફી રૂ. 60 રહેશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્રતિમાની ગેલેરી સુધી જવા માંગશે તો તે માટે રૂ. 300 અલગથી ચાર્જ ચુકવવો પડશે.

  આ પણ વાંચોઃ રામ સુતારના 'સરદારે' લીધું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્વરૂપ

  182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમામાં 135 મીટરની ઊંચાઈ પર પ્રતિમાની છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરીમાંથી આસપાસમાં આવેલા સરદાર સરોવર ડેમ, વિંધ્યાચળની મનોહર પર્વત માળા અને ઝરવાણી ધોધ વગેરે જોવાનો લ્હાવો લોકો માણી શકશે.
  Published by:Vinod Zankhaliya
  First published: