આનંદો! ભર ઊનાળે સરદાર સરોવરમાં પાણીની આવક, ડેમની સપાટી 119.21 મીટર

News18 Gujarati
Updated: April 25, 2019, 12:12 PM IST
આનંદો! ભર ઊનાળે સરદાર સરોવરમાં પાણીની આવક, ડેમની સપાટી 119.21 મીટર
સરદાર સરોવરની ફાઇલ તસવીર

ગુજરાત માટે સારા સમાચાર સરદાર સરોવરમાં પાણીનો વિપુલ જથ્થ, ઉનાળામાં પણ ડેમની સપાટીમાં વધારો

  • Share this:
દિપક પટેલ, નર્મદા : ગુજરાતમાં એક તરફ ઊનાળો આકરા પાણીએ છે અને અનેક તાલુકામાં અછતની સ્થિતિ છે ત્યારે રાજ્ય માટે સારા સમાચારો આવ્યા છે. હાલમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરની સપાટીમાં ભર ઊનાળે ફરી એક વાર વધારો થયો છે. ડેમમાં નવા પાણીની આવક થતા હાલમાં ડેમની સપાટી 119.21 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ઊનાળામાં મોટા પાયે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય

સરદાર સરોવરમાં ગત વર્ષે 25મી એપ્રિલના રોજ ડેમની સપાટી 104.45 મીટર હતી જેની સરખામણીએ આ વર્ષે પાણીની આવક 8405 ક્યુસેક છે અને ડેમની સપાટી 119.21 મીટર છે. ગત વર્ષે એપ્રિલમાં 25 તારીખ પામીની આવક 631 ક્યુસેક જ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડેમમાંથી પાણીના લાઇવ સ્ટોકનો જથ્થો 19 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે 5મી એપ્રિલે સરદાર સરોવરના સ્થાપનાદિને જ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો જેના કારણે ડેમની સપાટી 119.38 મીટર પહોંચી હતી. ત્યારે ડેમની સપાટીમાં વધારો થતા કેનાલમાં 5,000 ક્યુસેક પણી છોડવામાં આવ્યું હતું.

સરદાર સરોવરામાં નિયમ મુજબ 110.64 મીટર પાણીનો લાઇવ સ્ટોક રાખવામાં આવે છે ત્યારબાદ ઉચ્ચ સ્તરની પરવાનગી બાદ પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો વાપરવામાં આવે છે. જોકે આ વર્ષે ડેમમાં 1105 mcm પાણીનો જથ્થો મોજુદ હોવાથી ડેમમાં પાણીનો સ્ટોક ગત વર્ષ કરતાં આ વર્ષે 14.76 મીટર વધારે છે.
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर