નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટીએ, 12 દરવાજા ખોલાયા

News18 Gujarati
Updated: September 8, 2019, 5:31 PM IST
નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટીએ, 12 દરવાજા ખોલાયા
નર્મદા ડેમની તસવીર

ચોમાસાની મોસમમાં 8 સપ્ટેમ્બર રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃ કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં 8 સપ્ટેમ્બર રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે હાલ ડેમ એની ઐતિહાસિક સપાટી પર કરી ગયો છે.

આટલા વર્ષો માં પ્રથમ વાર નર્મદા ડેમેં 136.17 મીટરની સપાટી પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર કહેવાય ત્યારે ઉપરવાસ માંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીના ઇનફલો સામે 3,20,819 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.

તા.9મી ઓગષ્ટ, 2019ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. 8 મી સપ્ટેમ્બર, 2019 ના રોજ સવારના ૮:00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 27504 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 4580 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.

ત્યારે આજે ન્યૂઝ18 ગુજરાતી સાથે નર્મદા નિગમના ચીફ ઈજેનર પી સી વ્યાસ સાથે વાતમાં જેવોએ જણાવ્યું હતું કે હાલ ડેમ ની 136.17 મીટર સપાટી જે આટલા વર્ષો માં ઐતિહાસિક સપાટી છે અને સરકાર દ્વારા પણ જે 138.68 મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમય માં ગુજરાત ને ચોક્કસ ફાયદો થશે.
First published: September 8, 2019, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading