Home /News /south-gujarat /

જર્મનીના વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી

જર્મનીના વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે: વોલ્ટર જે. લીન્ડનર

જર્મનીનાં (Germany) ભારત સ્થિત રાજદૂત વોલ્ટર જે. લીન્ડનરે આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે.

વધુ જુઓ ...
    વડોદરા: જર્મનીનાં (Germany) ભારત સ્થિત રાજદૂત વોલ્ટર જે. લીન્ડનરે આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે, મે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty) પણ જોયુ છે પણ સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા જોઇને હુ મંત્રમુગ્ધ થયો છું. બીજી વાર પણ જરૂર આવીશ અને જર્મનીના સાંસદોને પણ સાથે લાવીશ.

    તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે ભારતના પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે. જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.



    આ પણ વાંચો: યુવકને 21મા જન્મદિવસ પર ગુજરાત હાઇકોર્ટે આપી શ્રેષ્ઠ ભેટ,લિવ-ઇન પાર્ટનર સાથે કરાવ્યું મિલન

    તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. વોલ્ટર જે. લીન્ડનરે આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ તેમણે પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક વિભાગ દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: રાજકોટ: ત્રણ વર્ષના બાળકે મોટાભાઇના હત્યારાને પકડવામાં આ રીતે કરી પોલીસની મદદ 

    સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબેએ વોલ્ટર જે. લીન્ડનરને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Statue of unity, Vadodara

    આગામી સમાચાર