આદિવાસી પરિવારના ઘરે અમિત શાહે ભોજનમાં શું લીધુ જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 1:37 PM IST
આદિવાસી પરિવારના ઘરે અમિત શાહે ભોજનમાં શું લીધુ જાણો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે વિસ્તારક યોજનાને લઇ છોટા ઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત તેમણે લીધી હતી આ દરમિયાન તેમણે પોપટ રાઠવા નામના આદિવાસી કાર્યકરના ઘરે સાદુ ભોજન લીધુ હતું. મકાઇના રોટલા, તાદળજાની ભાજી, ભીડાનું શાક, લાપસી પરિવાર સાથે બેસી શાહે આરોગ્યુ હતું. પ્રોટોકોલ તોડી શાહ ગ્રામજનોને મળ્યા હતા. ચુંટણી આવી રહી છે ત્યારે આદિવાસી, દલિતોને રીઝવવા ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 1:37 PM IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે વિસ્તારક યોજનાને લઇ છોટા ઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત તેમણે લીધી હતી આ દરમિયાન તેમણે પોપટ રાઠવા નામના આદિવાસી કાર્યકરના ઘરે સાદુ ભોજન લીધુ હતું. મકાઇના રોટલા, તાદળજાની ભાજી, ભીડાનું શાક, લાપસી પરિવાર સાથે બેસી શાહે આરોગ્યુ હતું. પ્રોટોકોલ તોડી શાહ ગ્રામજનોને મળ્યા હતા. ચુંટણી આવી રહી છે ત્યારે આદિવાસી, દલિતોને રીઝવવા ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.

shah dalit

નોધનીય છે કે, અમિત શાહ આજે દેવળિયા ગામમાં પહોચ્યા તે પહેલા જ આદિવાસી પરિવારના ઘરે એલપીજી,સ્ટવ પહોચાડાયા હતા. કહેવાય છે કે પોપટ રાઠવાના ઘરે તાત્કાલીક નવું શૌચાલય પણ બનાવાયું છે.

દેવલીયા ગામની મુલાકાતે આવેલા અમિત શાહે બૂથ સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. બૂથ કાર્યકર્તાઓ અને ગામ લોકો સાથે બેઠક યોજી હતી.અમિત શાહ વિસ્તારક કાર્યકર તરીકે દેવલિયા ગામના ઘરે ઘરે ફર્યા હતા."આ ઘર મારું ઘર, ભાજપનું ઘર"ના સ્ટીકરો લગાવ્યા હતા. બાદમાં અમિત શાહ બોડેલી જવા રવાના થયા હતા.બોડેલીમાં સાધુસંતો સહિત ભાજપના અગ્રણી કાર્યકરો સાથે બેઠક કરશે.અરજી કરી હતી, શાહ આવે તે પહેલા પહોચ્યુ સિલિન્ડર

પોપટના પિતરાઇ ભાઇએ મીડિયાને કહ્યુ હતું કે, 10  દિવસ પહેલા જ અમિત શાહના પ્રવાસ અંગે જાણ કરાઇ હતી. અને નવું શૌચાલય તેમજ વોશ મશિન સિવાય અહી ખાસ કઇ આયોજન કરાયું નથી. પોપટના દિકરાનું કહેવું છે કે, ઘરવાળાઓ માટે પહેલેથી જ પાછળની સાઇટ શૌચાલય બનાવેલું છે પરંતુ આવનાર મહેમાનો માટે ઘર સામે નવું ટોયલેટ બનાવાયું છે.

આ પરિવારે ગેસ કનેકશન માટે અરજી કરી છે પરંતુ હજુ સુધી કનેકશન નતુ મળ્યુ પરંતુ અમિત શાહ આવ્યા તે પહેલા તેમના ઘરે ગેસ અને સિલેન્ડર પહોચાડી દેવાયું હતું.

First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर