1 માર્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, શોધખોળ શરૂ

1 માર્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, શોધખોળ શરૂ
વડોદરા નવાપુરાનો પરિવાર 1 માર્ચના રોજ સ્ટેચ્યુ જોઈ સાંજે 7.30 કલાકે કેવડિયા બહાર નીકળ્યા પછી ગુમ છે.

નવાપુરા વિસ્તારમાં રહેતા પરમાર પરિવારનાં પાંચ લોકો પોતાની કારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતાં

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જોવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 1લી માર્ચ, રવિવારનાં દિવસે વડોદરાનાં (Vadodara) નવાપુરા વિસ્તારમાં રહેતો પરમાર પરિવારનાં પાંચ લોકો પોતાની કારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતાં. સાંજે તેમણે પોતાના ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, તે હવે અહીંથી નીકળે છે. પરંતુ આજ દિન સુધી આ પરિવારની કોઇ ભાળ મળી નથી. અહીંથી આ પરિવાર અચાનક ગાયબ થઇ ગયું છે. જે બાદ અન્ય પરિવારજનોએ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. આ અંગે નર્મદા પોલીસે (Narmada Police) તપાસ હાથ ધરી છે.

  આખો પરિવાર કાર સાથે ગુમ   મળતી માહિતી પ્રમાણે, વડોદરાનાં નવાપુરા વિસ્તારનાં એસ.આર.પી. ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે કેવડિયાનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતાં. તેઓ પોતાની કાર GJ 06 KP 7204માં અહીં આવ્યાં હતાં. કલ્પેશ પરમારે પહેલી તારીખે સાંજે પોતાના ફેસબૂક ઉપર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ફોટા અપલોડ કર્યા હતાં.

  આ પણ વાંચો : 5 માર્ચથી બોર્ડની પરીક્ષા : વિદ્યાર્થીઓને બૂટ, ચંપલ, મોજા બ્લોક બહાર રાખવા આદેશ

  સીસીટીવીમાં દેખાય છે તેમની કાર

  આ અંગે કેવડિયા પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતાં. જેમાં સવારથી સાંજ સુધીના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે 7:30 કલાકે ત્યાંથી પરત જતા દેખાય છે. જે બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો : અમદાવાદ : ડિમોલીશનમાં પોતાના ઘરનો સામાન બહાર ફેંકાતો જોઇ કોન્સ્ટેબલ બન્યો 'સિંઘમ', થઇ ધરપકડ

  'થોડી જ વારમાં આવે છે તેવું કહ્યું હતું'

  આ અંગે ગુમ ઉષા પરમારનાં ભાઇએ જણાવ્યું કે, આ પરિવારે સાંજે 6.10 કલાકે ફેસબૂક પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પરનો ફોટો અપલોડ કર્યો હતો. જે બાદ તેમના ભાઇ જે કંડારીમાં રહે છે તેમની સાથે ફોન પર વાત થઇ હતી કે તેઓ અહીંથી નીકળે છે અને થોડી વારમાં આવી જશે. જેના થોડા કલાકો બાદ પણ ન આવતા અમે બધાએ ફોન પર કોન્ટેક કર્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ બતાવે છે. જેથી અમે નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published:March 04, 2020, 09:18 am

  ટૉપ ન્યૂઝ