31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. અને દેશવાસીઓને સમપ્રિત કરી હતી. ત્યારથી લઇને ઠેકઠેકાણેથી અનેક લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓનું આમગમ શરુ થઇ ગયું છે. આજે શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ નર્મદા કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે.
રૂપાણી સાથે યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે સૌ પહેલા તેમણે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. ત્યાબાદ ટેન્ટ સીટી નિહાળશે. નર્મદા કેવડિયાની મુલાકાત કરવા માટે સીએમ રૂપાણી તેમની સાથે છે. યોગી આદિત્યનાથ નર્મદા ડેમ અને છેલ્લે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોનીવિસ્તારના સાધુ બેટ પર સરદાર પટેલની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ છે. તેઓતેમના નિયત સમયથી વહેલા આવ્યા હતા. આગમન બાદ સૌપહેલા તેમણે વેલી ઓફ ફ્લાવર્સનીમુલાકાત લીધી હતી. અહી તેમણે ફોટો શૂટ પણ કરાવ્યુ હતુ. વેલી ઓફ ફ્લાવર્સમાંદુનિયાભરના સોથી વધુ પ્રજાતિના રંગબેરંગી ફૂલો જોવા મળશે.
અઢીસો હેક્ટરમાંવિસ્તરેલી વેલી ઓફ ફલાવર્સને બાદમાં ત્રણ હજાર હેક્ટર સુધી વિસ્તારાશે. પીએમ મોદીએએ પછી તેમણે ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી અહી મુલાકાતીઓના રહેવાની વ્યવસ્થા માટેબસો ટેન્ટ ઉભા કરાયા છે. વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીની મુલાકાત બાદ તેઓકાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહી તેમનુ ઉષ્માસભર સ્વાગત કર્યા બાદ રાજય સરકારતરફથી હથોડો અને અભિવાદન પત્ર એનાયત કરાયુ હતુ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર