નર્મદાઃ ઝરવાણી ધોધમાં ન્હાવા પડેલા બે યુવકોનાં ડૂબવાથી મોત

News18 Gujarati
Updated: July 4, 2019, 2:33 PM IST
નર્મદાઃ ઝરવાણી ધોધમાં ન્હાવા પડેલા બે યુવકોનાં ડૂબવાથી મોત
ઝરવાણી ધોધ ફાઇલ તસવીર

ભરૂચના ચાર યુવકો કાર લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા. જ્યાં સ્ટેચ્યુ જોયા બાદ નજીકમાં આવેલા ઝરવાણી ધોધ જોવા માટે ગયા હતા.

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃ ગુજરાતમાં વરસાદ પડવાનો શરૂ થયો છે ત્યારે પહાડી વિસ્તારોમાં ઝરણાં અને ધોધ વહેવા લાગ્યાં છે. જેથી કુદરતી સૌંદર્યમાં વધારો થયા છે. કુદરતી સૌદર્યની મજા લેવા માટે સહેલાણીઓ આવી જગ્યાએ આકર્ષાય છે. જોકે, ક્યારેક મજા લેવામાં મોતની સજા મળતી હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. નર્મદાના ઝરવાણી ધોધમાં બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના બની છે. સ્થાનિક લોકોએ એક કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ભરૂચના ચાર યુવકો કાર લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા. જ્યાં સ્ટેચ્યુ જોયા બાદ નજીકમાં આવેલા ઝરવાણી ધોધ જોવા માટે ગયા હતા. ઝરવાણી ધોધ પહોંચીને આ યુવાનો ધોધ નીચે પાણીમાં નાહવા પડ્યા હતા. જેમાં અચાનક બે યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ અંગેસ્થાનિક લોકોને જાણ થતાં તાબદતોબ લોકો દોડી આવ્યા હતા.

અને સ્થાનિક લોકોએ પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે, એક કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને મૃત હાલતમાં બહાર કાઢ્યાહતા. આમ ઝરવાણી પ્રવાસનસ્થળ ઉપર યુવાનોના મોતથી શોકની લાગણી ફેલાઇ હતી.

આ પણ વાંચોઃ-આનંદો! નર્મદા ડેમની સપાટીમાં વધારો, ખેડૂતોને આજથી પાણી મળશે

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા બાદ લાખો લોકો તેની મુલાકાતે આવે છે. જોકે આ પ્રવાસન સ્થળની પાસે જ કુદરતી સૌદર્યથી ભરપુર એવા ઝરવાણી ધોધને પણ સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા માંગે છે. જોકે, આ જગ્યાએ સુરક્ષાના કોઇપણ સાધનો ન હોવાથી આવી ગંભીર પ્રકારની ઘટનાઓ પ્રવાસીઓ સાથે ભવિષ્યમાં પણ બની શકે છે.
First published: July 4, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading