દિપક પટેલ, નર્મદાઃ જિલ્લાના કેવડિયા સ્તિથ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ નું કેન્દ્ર બની છે, અહીં રોજના હજારો પ્રવસીઓ અહીં આવે છે, પરંતુ આ વાતનો લાભ લઇ મુંબઈની એક ટ્રાવેલ્સ કંપની દ્વારા બે ગ્રાહકો સાથે ટિકિટમાં છેતરપિંડી થઈ હોવા બાબતે ફરિયાદ થઈ છે.
આ ટ્રાવેલ કંપનીએ એક હજાર રૂપિયાની જગ્યાએ પીડીએફ ફાઈલમાં ગોટાળો કરી 1500 રૂપિયા કરી 500 લેખે બે ટિકિટમાં એક હજાર રૂપિયાનો વધારો કર્યો હોવાની સ્ટેચ્યુના મામલતદારે ફરિયાદ આપતા કેવડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક કર્મચારીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન એક્સપ્રેસ ટિકિટની કિમત રૂ 1000/- ની જગ્યાએ ટ્રાવેલ્સ એજન્સીએ ટિકિટ સ્કેન કરી જેની પી.ડી.એફ બનાવી એડીટ કરી જ્યાં રૂપિયા 1000 લખેલા હતા ત્યાં 1500 રૂપિયા લખી પ્રવાસીઓ પાસેથી 1500 ઉઘરાવ્યા એટલે ટ્રાવેલ્સ કંપની એ પ્રવાસીઓ સાથે 500 રૂપિયાનો છેતરપિંડી કરતી હતી.
આમ સ્ટેચ્યુ પરથી આવા બે પ્રવાસીઓ મળી આવ્યા કે જેમની ટિકિટ 1500 રૂપિયાની હતી એટલે તેમને સ્ટેચ્યુના કર્મીઓએ વાત કરતા છેતરાયાનું સામે આવ્યું. ત્યારબાદ તે ટૂરિસ્ટે જણાવ્યું કે પુછાતા દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની મુંબઈ સ્થિત એજન્સીએ આ આ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું.
કેવડિયા પોલીસે સ્ટેચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી હાથ ધરી છે. જેની બીજા એજન્સીઓ પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડીના કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર