સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાં લગાવ્યાં પતરા, હવે નહીં આવે વાછટ

News18 Gujarati
Updated: July 6, 2019, 12:35 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાં લગાવ્યાં પતરા, હવે નહીં આવે વાછટ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વ્યૂઇંગ ગેલેરીમાં પહેલા વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતાં.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વ્યૂઇંગ ગેલેરીમાં પહેલા વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતાં.

  • Share this:
દિપક પટેલ, નર્મદા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વ્યૂઇંગ ગેલેરીમાં પહેલા વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતાં. જેના કારણે મુલાકાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીની સમસ્યાથી બચવા માટે પતરા લગાવી દેવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને 3000 રૂપિયાને ખર્ચે બનાવવામાં આવી હતી. તેના સમારકામ માટે એલએન્ડટીને એક વર્ષનાં 267 કરોડ રુપિયા આપવામાં આવ્યાં છે. આ સમસ્યાનાં કાયમી નિરાકરણ માટે કંપની હજી વિચારી રહી છે.

જુઓ : વિશ્વ વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂમાં વરસાદના કારણે જોખમ સર્જાયું

સાતપુડાના પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ 31 ઓક્ટોબર 2018નાં રોજ થઈ થયું હતું. જેમાં 153 મીટર પર સરદાર પટેલની છાતીના ભાગે એક વ્યૂઇંગ ગેલેરી બનાવામાં આવી છે. જેમાંથી સાતપુડાની ગિરિમાળાઓ સ્પષ્ટ દેખાય છે.

ગેલેરીમા પતરા લગાવ્યાં.


જયારે સામેની બાજુ જોઈએ તો નર્મદા ડેમ નજરે પડે છે. આ વ્યૂઇંગ ગેલેરી જોવા માટે રોજના હજારોની સંખ્યામાં પ્રવસીઓ આવે છે. હાલમાં 29 જૂનનાં રોજ પડેલા વરસાદમાં આ વ્યૂઇંગ ગેલેરીમાં પાણી ટપકતું હોવનું બહાર આવ્યું હતું.
પહેલા વરસાદનું પાણી અંદર આવ્યું હતું.


વરસાદની વાંછટ અને પાણીનાં ગળતરની સમસ્યા રોકવા માટે હાલ 5 મીટર જેટલી ઉંચી ગેલેરીની ઉપરના ભાગને અંદરથી પતરા લગાવવામાં આવ્યાં છે. 3થી 4 ફૂટના પતરા અંદરના ભાગે મારી પાણીની અંદર આવતી વાંછટ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુની ડીઝાઇનને અસર ન થાય તે રીતે પતરા મારવામાં આવ્યાં છે.

પતરા લગાવ્યાં ત્યારની તસવીર


સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જોઈન્ટ સીઈઓ, નિલેશ દુબેએ આ અંગે જણાવતા કહ્યું કે, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદમાં જે પાણી ટપકતું હતું જે વાંછટથી આવ્યું હતું. તે ડિઝાઈનનો એક ભાગ છે. નીચેથી પાણીનો નિકાલ થઇ જાય છે. હાલ એલએન્ડટી કંપનીના ઇજનેરોને બોલાવાયા છે. તેમણે જરૂરી કામગીરી માટે જણાવ્યું છે. કોઈ ગંભીર પ્રશ્ન નથી. પાણી હવે બિલકુલ ટપકતું નથી'.
First published: July 6, 2019, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading