સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઓનલાઇન ટિકિટમાં કૌભાંડ! 1,000ની ટિકિટના રૂ.1,260 ઉઘરાવાયા

News18 Gujarati
Updated: February 2, 2020, 6:56 PM IST
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઓનલાઇન ટિકિટમાં કૌભાંડ! 1,000ની ટિકિટના રૂ.1,260 ઉઘરાવાયા
રંગ ટ્રાવેલ એજન્સીએ છેતરપિંડી આચરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ઓનલાઇન ટિકિટ બૂકિંગનું મોટું કૌભાંડ ઝડપાયું, અમદાવાદ રંગ એજન્સીએ પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા પડાવ્યા

  • Share this:
દિપક પટેલ, નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વ્યૂઇંગ ગેલેરીની ટિકિટો હાઉસફૂલ થઈ જતા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શનિ રવિવાર ની રજા માં પ્રવાસીઓ માટે SOUના તંત્ર દ્વારા ટિકિટ ઓનલાઇન બુકીંગ કરવામાં આવ્યું છે જેનો ફાયદો સીધો એજન્ટો ઉઠાવી રહ્યા છે આજે ફરી બોગસ ટિકિટ નો કિસ્સો બહાર આવ્યો છે. એજન્ટો દ્વારા પ્રવાસીઓ ને છેતરવામાં આવી રહ્યા છે આજે અમદાવાદની એક રંગ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા રૂપિયા 1,000ની ઓનલાઇન ટિકિટ કાઢી PDF ફાઈલમાં 1000ની જગ્યા એ 1260 રૂપિયા લખી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા હતા

SOU પાસેની ટિકિટ ચેકીંગમાં આ તમામ કારસો ઝડપાઇ ગયો હતો. જેમાં 1000 ની 10 ટિકિટો માં છેડછાડ કરી પ્રવાસીઓ પાસે થી 260 રૂપિયા વધારે પડાવી લીધા હતા જેબાબાતે SOU ના અધિકારીઓ દ્વારા કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બે મહિનામાં બીજો કિસ્સો

વારંવાર એજન્ટો દ્વારા નવાનવા કીમિયા અજમાવી પ્રવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે હવે આ બે મહિનામાં બીજો બોગસ ટિકિટ કિસ્સો બહાર આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા દિલ્હીના એક રંગ ટ્રાવેલ્સ એજન્સી પર ફરિયાદ નોંધવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આવા એજન્ટો ને પોલીસ કઈ રીતે પકડી પાડે છે

આ પણ વાંચો : તસવીરો : અલ્પેશ ઠાકોરે પિતા વગરની દીકરી સાથે દીકરાના સાદાઈથી લગ્ન કરાવી સમાજને ચીંધી રાહ

10 પ્રવાસીઓ પાસેથી વધુ ટિકિટનો દર લેવામાં આવ્યોસ્ટેચ્યૂ ઓફ યૂનિટીના CEO નિલેશ દૂબેએ જણાવ્યું કે અમદાવાદની એજન્સીએ દિલ્હીના 10 પ્રવાસીઓની ટિકિટમાં ચેડા કરી અને તેમાં 230 રૂપિયા વધારે લીધા હોવાનું સામે આવ્યું છે. આ છેતરપિંડી જાણ થતા થતા અમે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અમે અગાઉ પણ મુંબઈના એજન્ટ પર કેસ કર્યો હતો.

આ પણ વાંચો :   અમદાવાદ : કેવું હશે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ? જુઓ મોટેરાનાં લોકાર્પણ પહેલાંની તસવીરો

ક્યાંથી ખરીદશો ટિકિટ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સત્તાવાર વેબસાઇટ છે. Sou.in વેબસાઇટ પરથી જ આ ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે રોબસ્ટ સ્કેનિંગ સિસ્ટમ છે જેમાં કોઈ પણ પ્રકારની બોગસ ટિકિટ હોય તો પકડાઈ જાય છે.
First published: February 2, 2020, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading