નર્મદામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. નર્મદા જિલ્લાની એક આશ્રમ શાળામાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતિ પટેલે જ શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. અજાણી વ્યક્તિએ બાલસુરક્ષા વિભાગ રાજપીપલાને ટેલિફોનિક જાણ કરતા તેઓ 181 અભયમને સાથે લઇ આ બે ટીમોએ આ આશ્રમ શાળામાં જઈને ભોગ બનનાર બાળકીઓના નિવેદન લેતા આ શિક્ષકે 4 થી 5 બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
વિધાર્થીઓનો આક્ષેપ છે કે આ શિક્ષક પોતે ધરે જઈ વિધાર્થીઓને પોતાની મોટર સાઇકલ પર બેસાડીને શરીરના અલગઅલગ ભાગો પર હાથ મારી અડપલાં કરતો હતો. અને ત્યાંના શિક્ષકોના કહેવા મુજબ અગાઉ પણ આ શિક્ષકે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા સંસ્થા દ્વારા માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું. જોકે આ લંપટ શિક્ષકનું કરતૂત ન સુધરતાં આખરે જેલના સળિયા ખાવાનો વાળો આવ્યો છે. બાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના મહિલા કર્મીઓએ પણ બાળકીની મુલાકાત લેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા હતા. હાલ તો શિક્ષકની પોલીસે અટકાયત કરી છે. તો બીજી બાજુ સમગ્ર ફરિયાદની આગળની તપાસ ગરુડેશ્વર પોલીસ ASP કેવડિયા અચલ ત્યાગીના નેતૃત્વમાં કરી રહ્યા છે.
એએસપી કેવડિયા અચલ ત્યાગીના જણાવ્યા પ્રામાણે નર્મદાના સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમમાં બાળકીનું શારીરિક શોષણ થયાની ઘટના સામે આવી છે. આશ્રમશાળામાં આચાર્યએ બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું. ઘટનાની જાણ થતા એક અજાણ્યા વ્યક્તિએ મહિલા અભયમ હેલ્પલાઈનને જાણ કરી હતી. જાણ કરાતા તપાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકીના નિવેદન નોંધ્યા હતા. હાલ પોલીસે આચાર્ય હર્ષદભાઈ પટેલને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર