Home /News /south-gujarat /Bharuch: અસાધારણ શિક્ષક, ચાર સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી, શિક્ષણમાં નવતર પ્રયોગ

Bharuch: અસાધારણ શિક્ષક, ચાર સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી, શિક્ષણમાં નવતર પ્રયોગ

X
સાગબારા

સાગબારા તાલુકાના શિક્ષકે શિક્ષણમાં નવતર પ્રયોગો થકી અનેક સિદ્ધિઓ હાંસલ કરી...

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના શિક્ષક ઠાકોર ખોડાજીએ શિક્ષણમાં નવતર પ્રયોગો કરી નેશનલ કક્ષાએ તેમજ રાજ્ય લેવલે અનેક સિદ્ધિઓ મેળવી છે. તેમજ સરકારી નોકરીની ચાર પરીક્ષાઓ પાસ કરી છે.

Aarti Machhi, Bharuch: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઠાકોર ખોડાજી હમીરજી 13 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 34 વર્ષના શિક્ષક નાની ઉંમરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે બી.એ, પી.ટી.સી (મનોવિજ્ઞાન અને ઇતિહાસ ડબલ ગ્રેજ્યુએટ) સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તલાટી કમ મંત્રી, ટેટ- 1, ટેટ- 2 અને આચાર્યની પરીક્ષા પાસ કરી છે. પ્રાથમિક શાળા ભોર આમલીમાં 22 એપ્રિલ 2010થી ફરજ બજાવે છે.

શિક્ષકે અનેક સિદ્ધિઓ હાંસલ કરી

ઠાકોર ખોડાજી હમીરજીએ અનેક શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી છે. જીસીઈઆરટી ગાંધીનગર અને ડાયટ રાજપીપળા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલમાં વિવિધ કૃતિઓ રજૂ કરી છે.



1.ગુજરાતી વાંચન મુશ્કેલી નિવારણ અભિયાન. જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરેલ નવતર પ્રયોગ -વર્ષ 2016
2. ચાલો ગણિત ગણિત રમીએ, રાજ્ય કક્ષાએ પસંદ પામેલ નવતર પ્રયોગ -વર્ષ 2017
3. મેથ્સ પ્રેક્ટીકલ બોક્સ રાજ્ય કક્ષાએ પસંદ પામેલ નવતર પ્રયોગ -વર્ષ 2020
4. માય પોકેટ બુક. રાજ્ય કક્ષાએ પસંદ પામેલ નવતર પ્રયોગ -વર્ષ 2019
5. વિચારથી વર્તન સુધી, રાજ્ય કક્ષાએ પસંદ પામેલ નવતર પ્રયોગ- વર્ષ 2021
6. યસ આઈ કેન ડુ ઈટ. જિલ્લા કક્ષાએ પસંદ નવતર પ્રયોગ- વર્ષ 2022

શિક્ષકની કૃતિઓની ઉચ્ચ સ્તરે પસંદગી

ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં શિક્ષકની જિલ્લા કક્ષાએ સાત કૃતિ અને એક કૃતિ રાજ્ય કક્ષાએ પસંદ પામી છે. ગણિતનો રાજા નામની કૃતિ વર્ષ 2017 માં રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. નેશનલ ટોય ફેરમાં બોર્ડ ગેમ નામની રમત વર્ષ 2021માં નેશનલ કક્ષાએ પસંદગી પામી હતી. માય પોકેટ બુક નામનું ઇનોવેશન આઈ. આઈ. એમ. અમદાવાદના સમર્થ 2 નામના તાલીમ પ્રોગ્રામમાં પસંદ પામ્યું હતું.



ઠાકોર ખોડાજી હમીરજીને અનેક સન્માન હાંસલ

શિક્ષક ઠાકોર ખોડાજી હમીરજીએ અનેક સન્માન મેળવ્યા છે, જેમાં તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2019, જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2020, પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની એવોર્ડ વર્ષ 2019માં પ્રાપ્ત કર્યો છે. આઈ આઈ એમ અમદાવાદ દ્વારા સાર્થ સન્માન પ્રાપ્ત કર્યું છે.



સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા વર્ષ 2021માં નેશનલ લેવલ ઇનોવેટિવ ટીચર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. નર્મદા કલેકટર દ્વારા એક્સેલેન્સ ટીચર એવોર્ડ વર્ષ 2020માં મેળવ્યો છે. જોટાણા તાલુકા ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઠાકોર ખોડાજી હમીરજીએ સન્માન મેળવ્યું છે.

વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાએ માર્ગદર્શન આપે છે

શિક્ષક ઠાકોર ખોડાજી હમીરજી દ્વારા ધોરણ આઠ પૂર્ણ કરીને બીજી શાળાઓમાં અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત શાળામાં બોલાવીને તેમને ઉચ્ચ અભ્યાસ માટેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી આ વિદ્યાર્થીઓ એમબીબીએસ, નર્સિંગ, પી ટી સી,બી એડ, એમએસસી, ગ્રેજ્યુએશન, જેવા ઉચ્ચ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઉનાળુ અને ચોમાસામાં વાવેતર કરી શકાય તેવી ભીંડાની નવી જાત વિકસાવી, આટલા છે ફાયદા

પુસ્તકો વાંચવાનો શોખ છે

300 થી વધુ પુસ્તકોની પોતાની લાયબ્રેરી છે. આઈ. કે. વીજળીવાળાના પુસ્તકો પણ છે. યસ યુ કેન વી પ્રેરણાનું ઝરણું, સ્નેહનું ઝરણું, ગાંધી બાપુના જીવન પર આધારિત પુસ્તકોનું વાંચન કરે છે.લોક વિલાપ ટ્રસ્ટ મહેન્દ્ર મેઘાણી પુસ્તકોનો સેટ છે. પદ્મવિભૂષણ આચાર્ય વિજય રત્ન સુંદર સૂરીજી મહારાજના ઝેર જ્યારે નીતરી જાય છે અને લખી રાખો આરસની તકતી પર સહિતના પુસ્તકો તેઓની પાસે છે. અને તેનું વાંચન કર્યા કરે છે.



શિક્ષકનો આગળનો ધ્યેય શું ??

આદિવાસી વિસ્તારમાં શિક્ષણની તકો ઉભી કરવાનો મુખ્ય ધ્યેય છે. અને વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારમાં રહીને ઉચ્ચ કક્ષાએ લઇ જવાનો છે. દરેક ક્ષેત્રમાં તેઓના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવો જ તેમનો મુખ્ય ધ્યેય છે.
First published:

Tags: Award, Bharuch, Local 18, Teacher