'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની મોટી ભૂલને પકડી લીધી લોકોએ, સરકારે પણ માન્યો વાંક

News18 Gujarati
Updated: November 3, 2018, 1:49 PM IST
'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની મોટી ભૂલને પકડી લીધી લોકોએ, સરકારે પણ માન્યો વાંક
તેમાં તમિલમાં લખાયેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખોટી રીતે લખાયેલું હતું.

ગુજરાત સરકારને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે પુષ્ટિ કરીને કીધું કે, 'હા આ ખોટી રીતે લખાયેલુ છે.'

  • Share this:
સરદાર વલ્લભભાઇ પટેલની 31મી ઓક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું કેવડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી સહિત અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યાં હતાં. આખો દિવસ સોશિયલ મીડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત ચાલી હતી. જેમાં એક તરફ લોકો પ્રતિમાની પ્રસંશા કરી રહ્યાં હતાં તો બીજી તરફ પ્રતિમાની સામે રખાયેલા બોર્ડની ભૂલો ગણાવી રહ્યા હતા. સાઇન બોર્ડ પર 10 વિવિધ ભાષામાં 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' લખવામાં આવેલુ છે.

આ સાઇન બોર્ડ પર તમિલ ભાષામાં લખાયેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખોટી રીતે લખવામાં આવ્યું છે તેનો સરકારે પણ સ્વીકાર કર્યો છે. તમિલ ભાષામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખોટી રીતે લખાયેલુ હતું, જે ભૂલને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી પાડી  હતી. જે પછી તેના વિવિધ અર્થ કાઢ્યા હતા.







ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં શિલાપટ શેર કરવામાં આવ્યો હતો. તેમાં તમિલમાં લખાયેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખોટી રીતે લખાયેલું હતુ. પહેલા તો કેટલાક લોકોએ તેને નકલી કહીને ફગાવી દીધું હતુ પરંતુ ગુજરાત સરકારને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે પુષ્ટિ કરીને કીધું કે, 'હા આ ખોટી રીતે લખાયેલુ છે.'
First published: November 3, 2018, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading