Home /News /south-gujarat /Narmada: આ વિસ્તારના ખેડૂતો માટે ધારીખેડા સુગર ફેક્ટરી આશીર્વાદ સમાન
Narmada: આ વિસ્તારના ખેડૂતો માટે ધારીખેડા સુગર ફેક્ટરી આશીર્વાદ સમાન
દૈનિક 8 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ 180 થી 185 દિવસમા પૂરો કરવામાં આવશે
ભરૂચ અને નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ કરાતા, વાલિયા,ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
Aarti Machhi, Bharuch: નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન અને આદિવાસી વિસ્તારમાં રોજગારી આપતી નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે પીલાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુગર ફેક્ટરીમાં બોઈલર પ્રદીપ્ત કરવામાં આવ્યોછે. જેમાં દૈનિક 8 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરવામાં આવ છે.આ પ્રક્રિયા 180થી 185 દિવસમા પૂરો કરવામાં આવશે.
નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી જે નર્મદા સુગર ફેક્ટરીના નામે ઓળખાય છે.જે નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે આવેલી છે. આ વર્ષે વિક્રમજનક 10 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ લક્ષયાંક પૂર્ણ કરવા સુગરની સમગ્ર ટીમ કામે લાગી છે.
નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ અને પોટાશ પણ બનાવશે. નર્મદા સુગર ફેકટરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.નર્મદા સુગરથી ગુજરાત મહારાષ્ટ્રના ખેડૂતોને ખુબ ફાયદો થઈ રહ્યો છે.
સાથે વાત કરીએ તો આ સુગર ફેકટરીમાં વાલિયા,ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના શેરડી પકવતા ખેડૂતો પણ શેરડીનો જથ્થો પહોંચાડે છે.જેથી આ સુગર ફેકટરી નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લા માટે પણ આશીર્વાદ સમાન છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર