સ્ટેચ્યૂ ઓફ યુનિટી મામલે દિવાળીને ધ્યાનમાં રાખી લેવાયો આ નિર્ણય

News18 Gujarati
Updated: November 5, 2018, 11:35 AM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી મામલે દિવાળીને ધ્યાનમાં રાખી લેવાયો આ નિર્ણય
સ્ટેચ્યૂ ઓફ યુનિટી (ફાઇલ તસવીર)

સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ત્રણ દિવસ બાદ નર્મદા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 15,000 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

  • Share this:
નર્મદાઃ દિવાળીની રજાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહીં રહે. આ પહેલા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર સોમવારે લોકો માટે બંધ રહેશે. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા હોવાથી કલેક્ટરે દિવાળી પૂરતો આ નિયમનો અમલ મુલતવી રાખ્યો છે.

બીજી એક મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે સ્કૂલ બસ લઈને આવતા પ્રવાસીઓને પોતાની બસ સાથે જવા દેવામાં આવશે. આ માટે વ્યક્તિદીઢ રૂ. 20 ફી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ ભગવાન રામની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઊંચી હોવી જોઈએઃ આઝમ ખાન

ત્રણ દિવસમાં 50 લાખની આવક

સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ત્રણ દિવસ બાદ નર્મદા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 15,000 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઊંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે રૂ. 350 ફી તરીકે વસૂલવામાં આવે છે. એટલે કે ત્રણ દિવસમાં કુલ રૂ. 50 લાખ જેટલી આવક થઈ છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે ઉભા કરાયેલા સ્ટેન્ટ હાઉસફૂલ થઇ ગયા છે. આ તમામ ટેન્ટ ભાઈબીજના તહેવાર સુધી હાઉસફૂલ છે.

ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે આકાર પામેલી સરદાર પટેલની પ્રતિમા 182 મીટર ઊંચી છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સરદારની આ પ્રતિમા 20 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે, તેમજ પ્રતિમાની આસપાસ 12 સ્ક્વેર કિલોમીટર મોટું કુત્રિમ તળાવ આવેલું છે.ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
First published: November 5, 2018, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading