સ્ટેચ્યૂ ઓફ યુનિટી:આદિવાસીઓના વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદીના દરબારમાં, MLAએ કરી ફરિયાદ

News18 Gujarati
Updated: June 3, 2020, 5:06 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી:આદિવાસીઓના વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદીના દરબારમાં, MLAએ કરી ફરિયાદ
પીએમ મોદી (ફાઇલ તસવીર)

MLA છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રની જોડીએ આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે PM મોદીને કરી ફરિયાદ

  • Share this:
દિપક પટેલ રાજપીપળા: કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે.એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનિય બની છે.તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાઈ રહેલી તાર-ફેનસિંગ કામગીરીનો પણ સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, રોજે રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો બને છે.તો આવાજ ગુજરાતના આદિવાસીઓના અન્ય વિવિધ વિકટ પ્રશ્નો મુદ્દે આદિવાસી નેતા અને ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.

એમણે પોતાના પત્રમાં એમ જણાવ્યું છે કે ગુજરાતના ભરૂચ, નર્મદા સહીત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય, જંગલ, જમીન, ખનીજ તથા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે.કેન્દ્ર સરકારનો પેસા કાયદો અને સંવિધાન 5ની અનુસૂચી પૂર્ણ સ્વરૂપે લાગુ કરવું જોઈએ.1961-62 માં નર્મદા ડેમ બનાવવા આદિવાસીઓની જમીન સંપાદિત થઈ હતી, બાદમાં ડેમ બીજે બન્યો જેથી ખાલી પડેલી જમીન પુંજીપતિઓને હોટેલ બનાવવા માટે વેચવામાં આવે છે, જમીનના વ્યાપારિકરણ પર નિયંત્રણ જરૂરી છે.કેવડીયામાં આદિવાસીઓ સાથે જે અમાનવીય અત્યાચાર થાય છે એની અને લોકડાઉન દરમીયાન પોતાના વતન જઈ રહેલા આદિવાસીઓ પર થતા પોલીસ દમનની યોગ્ય તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો :  ગુજરાત માટે સારા સમાચાર! ચોમાસું બેસે તે પહેલાં સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો

છોટુ વસાવા અને મહેશ વસાવાએ લખ્યો પીએમ મોદીને પત્ર


સરદાર સરોવર પરિયોજનાઓનો લાભ સ્થાનિક અદિવાસીઓને મળતો નથી.અમારા વિસ્તારમાં કૃષિ અને ઔદ્યોગિક મજૂરોને સમયસર વેતન મળતું નથી, આદીવાસી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્ત્રોત વધારવા વોટર રિચાર્જ યોજના લાગુ કરવી જોઈએ.આદિવાસીઓ પાસે ખેતીલાયક જમીન નથી, જંગલના અધિકાર અમલ નથી થતા.

આ પણ વાંચો :   લૉકડાઉન ખૂલતા જ રાજકોટ લોહિયાળ થયું, છરીના ઘા ઝીંકી મહિલાની કરપીણ હત્યાઆદિવાસી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અપર્યાપ્ત માત્રામાં દવા, મેડિકલ સ્ટાફ હોવાથી આદિવાસીઓએ સારવાર માટે શહેરી વિસ્તારોમાં જવું પડે છે જોકે આ બાબતે ડેડીયાપાડા ના ધારા સભ્ય મહેશ વસાવા એ ટેલિફોનિક વાત માં સરકાર ને ચીમકી પણ ઉચ્ચારી હતી કે 6 ગામ ના લોકો સાથે સરકાર ન્યાય નહીં કરે તો આવનારા દિવસો માં રાજ્યસભા ની ચૂંટણી માં ભાજપ ને પડી શકે છે મુશ્કેલીઓ ત્યારે હાલ સરકાર દ્વારા જે આદિવાસીઓ પર અત્યાચાર કરે છે બંધ કરે.
First published: June 3, 2020, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading