Home /News /south-gujarat /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટેન્ટ સીટીનાં બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટેન્ટ સીટીનાં બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

ટેન્ટ સિટીનાં ગોડાઉનમાં ગઇકાલે મોડી રાતે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી.

કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટેન્ટ સિટીનાં ગોડાઉનમાં ગઇકાલે મોડી રાતે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી.

    દિપક પટેલ, નર્મદા : કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટેન્ટ સીટીનાં ગોડાઉનમાં ગઇકાલે મોડી રાતે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. જેમાં સદનસીબે કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. હાલ સરદાર સરોવરનાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે.

    નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મુલાકાતીઓ માટે ટેન્ટ સીટી બાંધવામાં આવી છે. જેમાં આજે ગઇકાલે મોડી રાતે શોર્ટસર્કિટનાં કારણે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્ટસિટિના બે ગોડાઉનમાં આગ લાગી છે. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તરત જ પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

    કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવ નં-3 પાસે ટેન્ટ સીટી તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ કર્યું હતું. આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. જેને પગલે નર્મદા નિગમ અને GSELના 4 બંબા સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kevadiya, Narmada, Statue of unity

    આગામી સમાચાર