સ્ટેચ્યુ ઓફ યુનિટીની બોલબાલા! એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

News18 Gujarati
Updated: November 8, 2018, 9:23 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટીની બોલબાલા! એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીકે વસૂલવામાં આવે છે.

પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીકે વસૂલવામાં આવે છે.

  • Share this:
વડોદરા નજીક સાધુ બેટ દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે બનાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂના અનાવરણને આઠ દિવસ થઈ ચુક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટાના લોકાર્પણ બાદ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે.

એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે. એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓ માટે આજથી લેસર શો પણ શરૂ કરાશે. જેમાં સરદાર પટેલના જીવન ચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે.

દેશ સહિત વિદેશમાં ભારતની મહનતામાં વધારો કરતું વધુ એક નજરાણું એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી. દિવાળીના મીની વેકેશનનને લઈ સરકારી તંત્ર જે આશા સેવી રહ્યું હતું, તે આશા પુરી થઈ રહી છે. આજે 6 વાગ્યા સુધીમાં લગભગ 20 હજાર પ્રવાસીઓ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ પહેલા અનાવરણના ત્રણ દિવસ બાદ કમાણીના આંકડા જણાવવામાં આવ્યા હતા, તેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણ દિવસમાં 15000 પ્રવાસીઓઓ મુલાકાત લીધી છે. જેને લઈ નિગમને રૂ. 50 લાખની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે, પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીકે વસૂલવામાં આવે છે.
First published: November 8, 2018, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading