Home /News /south-gujarat /સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને કચ્છનાં સફેદ રણમાં વધુ એક આકર્ષણ જમાવશે રંગ, થોડા સમયમાં શરૂ થઇ શકે છે હેલિકોપ્ટર જોય રાઇડ

સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને કચ્છનાં સફેદ રણમાં વધુ એક આકર્ષણ જમાવશે રંગ, થોડા સમયમાં શરૂ થઇ શકે છે હેલિકોપ્ટર જોય રાઇડ

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ

Gujarat Travel: કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જંગલ સફારી, ચિલ્ડ્રન ગાડર્ન, લાઇટિંગ શો, રિવર રાફ્ટિંગ, ક્રૂઝ સહિતનાં આકર્ષણો છે. આ સાથે વધુ પ્રવાસીઓને આકર્ષવા હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવાનું વિચારાઈ રહ્યું છે.

    નર્મદા: ગુજરાતમાં અનેક નવા પ્રવાસનનાં સ્થળો વિકસી રહ્યાં છે. તે પછી નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટિ હોય કે કચ્છનું સફેદ રણ હોય. ત્યારે પ્રવાસીઓ માટે વધુ સારા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કચ્છના સફેદ રણ ધોરડોમાં જોય રાઇડ શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. આ બંને સ્થળે રૂટ અને ટુરિસ્ટ સરવે કરાઈ રહ્યો છે. જો તેમાં સારો પ્રતિસાદ મળશે તો ટેન્ડર બહાર પાડી વિવિધ કંપનીઓને હેલિકોપ્ટર જોય રાઇડ માટે આમંત્રણ આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ) પણ આપશે.

    કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જંગલ સફારી, ચિલ્ડ્રન ગાડર્ન, લાઇટિંગ શો, રિવર રાફ્ટિંગ, ક્રૂઝ સહિતનાં આકર્ષણો છે. આ સાથે વધુ પ્રવાસીઓને આકર્ષવા હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવાનું વિચારાઈ રહ્યું છે. જોય રાઇડ શરૂ થશે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર ડેમની આસપાસનો સમગ્ર વ્યૂ આકાશમાંથી જોઈ શકાશે. આ ઉપરાંત કચ્છ રણોત્સવ વખતે ધોરડોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. આ કારણસર પણ સરકારે હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવા આ સ્થળની પસંદગી કરી છે.

    આ પણ વાંચો: ઇન્દ્રનીલનાં કેજરીવાલ અને ઇસુદાન પર શાબ્દિક પ્રહાર

    આપને જણાવીએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ, સાપુતારા અને વિંધ્યાચલ પર્વતમાળાનો એરિઅલ વ્યૂ નિહાળી શકાય એ માટે 2018માં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરાઈ હતી. તે વખતે દસ મિનિટની એ રાઇડની એક વ્યક્તિની ટિકિટ રૂ. 2,900 રખાયો હતો. જોકે, હેલિકોપ્ટરના અવાજથી જંગલ સફારીનાં પશુ-પક્ષીઓને ખલેલ પહોંચતી હોવાથી તે સર્વિસ બંધ કરી દેવાઈ હતી. બાદમાં છેલ્લા ઘણા સમયથી લોકોની માગ હતી કે, હેલિકોપ્ટર સેવા ફરી શરૂ કરાય. તેથી હવે સરકાર જ નવા રૂટની સમીક્ષા કરીને જોય રાઇડ શરૂ કરવા જઈ રહી છે.



    જો કચ્છના ધોરડોમાં જોય રાઇડ સેવા શરૂ કરવાની મંજૂરી મળી જશે તો સ્ટેટ એવિયેશન વિભાગ ત્યાં પણ એક હેલિપેડ બનાવવામાં આવશે. જ્યારે કેવડિયામાં હેલિપેડ પહેલેથી જ ઉપલબ્ધ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Travel, Statue of unity, કચ્છ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन