ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જેની સત્તાવાર જાહેરાત વર્લ્ડ આર્કિટેક્ચરની વેબસાઇટ પર કરવામાં આવી છે.
વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝનાં જણાવ્યાં પ્રમાણે કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય. સાથે સાથે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે પ્રયટન સ્થળ બનાવાયું હોવાથી વર્ષે અંદાજે 15000 લોકોને રોજગારી પણ મળે છે. એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ હતી.
તેમણે જણાવ્યું છે કે મુલાકાતીઓ માટે વ્યૂઇંગ ગેલેરી પણ છે. જ્યાંથી સરદાર સરોવર ડેમ અને આસપાસનું સુંદર વાતાવરણ જોવા મળે છે. આ ગેલેરીમાં એકસાથે 200 લોકો એકસાથે નજારો મેળવી શકે છે. માત્ર પાંચ જ મહિનામાં 1.5 મિલિયન મુલાકાતીઓએ અહીંની મુલાકાત લીધી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર