Home /News /south-gujarat /સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહેલીવાર ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ મનમોહક aerial view Video

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહેલીવાર ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ મનમોહક aerial view Video

નર્મદા ડેમ પર ધ્વજ ફરકરાવ્યો

Narmada latest news: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને હર ઘર તિરંગાના અભિયાનને લઇને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા છે.

કેવડિયા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી (flag hosting at statue of Unity) પરિસરમાં 76 માં સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) પ્રથમવાર ઉજવણી કરવામાં આવી છે. જ્યાં SOU સત્તામંડળના ચેરમેન અને ગુજરાતના નાણાં વિભાગનાં અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસીઓ સાથે નર્મદા નિગમના અને sou ઓથોરિટી, CISFના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ સ્ટેચ્યૂ પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો. પરંતુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને હર ઘર તિરંગાના અભિયાનને લઇને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા છે. ત્યારે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આઝાદીના 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જે.પી. ગુપ્તાએ સૌ દેશવાસીઓ અને પ્રવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ આપી હતી.

સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી


દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેવિડયા ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

15 ઓગસ્ટએ કાર ખરીદવા ગ્રાહકોએ 15 મહિના પહેલા બુકિંગ કરાવ્યું: જાણો વેઈટિંગ પાછળ શું છે કારણ?

વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
First published:

Tags: Narmada dam, Statue of unity, ગુજરાત