Home /News /south-gujarat /નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધામા

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધામા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફાઇલ તસવીર

દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે કોઇ અનઇચ્છનિય ઘટના ન બને એ અંગે ધ્યાનમાં રાખીને સરદાર પટેલની પ્રતિમાની સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે.

દિપક પટેલ, નર્મદા

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવગ્રસ્ત માહોલ સર્જાયેલો છે. આવી સ્થિતિ વચ્ચે દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે કોઇ અનઇચ્છનિય ઘટના ન બને એ અંગે ધ્યાનમાં રાખીને સરદાર પટેલની પ્રતિમાની સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખામાં ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યૂ ઉપર ધામા નાંખ્યા છે.

મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સવારથી જ રેન્જ આઇજીપી અભ્ય ચુડાસમા પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે પ્રત્યેક સુરક્ષા પોઇન્ટની સમીક્ષા થઇ રહી છે. તો સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવતા હજારો પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને સુરક્ષાનો વધારો કરાવ્યો છે. બીજી તરફ નર્મદા એસપી હિમકર સિંગ, ASP અચલ ત્યાગી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો કરાવામાં આવ્યો હતો. જેના પગલે 40 જવાનો શહીદ થયા હતા. આ સાથે જ 12 દિવસ બાદ ભારતીય વાયુ સેનાએ જૈશે એ મહોમદના આતંકવાદી ઠેકાણાઓ ઉપર હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-લગ્નની ખાતરી આપ્યા બાદ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યો યુવક, આવ્યું ગંભીર પરિણામ

જેમાં આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડનો ખાતમો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારે તણાવની સ્થિતિ વધારે થઇ હતી. એટલું જ નહીં ભારતીય વાયુ સેનાના પાઇલટ અભિનંદન પણ ફાઇટર પ્લેન ક્રેશમાં પાકિસ્તાનમાં પડ્યા હતા. જેના પગલે પાકિસ્તાન આર્મીએ તેમને પકડ્યો હતો.

જોકે, પાકિસ્તાન વડાપ્રધાનને ઇમરાન ખાને પાઇલટ અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. ત્યારે તેઓ આજે ગુરુવારે વાઘાબોર્ડર થકી ભારત પરત આવશે.
First published:

Tags: Gujarat police, Sardar Patel, Security, Statue of unity