Video : છલોછલ ભરાયેલા સરદાર સરોવર ડેમનો આકાશી નજારો

News18 Gujarati
Updated: September 9, 2019, 11:25 AM IST
Video : છલોછલ ભરાયેલા સરદાર સરોવર ડેમનો આકાશી નજારો
આકાશી નજારો.

આ દ્રશ્યોમાં સરદાર સરોવર, તળાવ નંબર -1, સ્ટૂચ્યૂ ઓફ યુનિટી, નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યચલ પર્વતમાળા દ્રશ્યમાન થાય છે.

  • Share this:
દીપક પટેલ, નર્મદા : આ વર્ષે મેઘરાજા મહેરબાન થતાં સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો છે. આ વર્ષે ડેમને તેની ક્ષમતા સુધી એટલે કે 138 મીટર સુધી ભરવામાં આવશે. 138 મીટર સુધી ડેમને ભરાયા બાદ ગુજરાતમાં પીવાના પાણીની બે વર્ષ સુધી કોઈ સમસ્યા નહીં રહે. રવિવારે ડેમની સપાટી 136.22 મીટરે પહોંચી હતી, જેને સોમવાર સુધી ઘટાડીને 136.02 મીટર સુધી લાવવામાં આવી હતી.

સરદાર સરોવાર હાલ પોતાની મહત્તમ સપાટીથી ફક્ત બે મીટર દૂર છે, ત્યારે લગભગ છલોછલ થયેલા ડેમનો આકાશી નજારાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ ડેમ ભરાયો હોવાથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ અને ડેમની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક મુસાફરો હેલિકોપ્ટરથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવાનો લ્હાવો લેતા હોય છે. આવા જ એક વીડિયોમાં નર્મદા ડેમનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો છે. આ દ્રશ્યોમાં સરદાર સરોવર, તળાવ નંબર -1, સ્ટૂચ્યૂ ઓફ યુનિટી, નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યચલ પર્વતમાળા દ્રશ્યમાન થાય છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 6,61,579 ક્યૂસેક પાણીની આવક થતા સપાટી ઘટાડવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. નવા પાણીની આવકને ધ્યાને લઈ નર્મદા ડેમના 23 દરવાજા 3.6 મીટર ખોલીને 6,00,358 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમની અગાઉ સપાટી 136.22 મીટરે હતી જ્યાંથી ઘટાડી 136.02 કરવામાં આવી છે.
First published: September 9, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading