135 મીટરની ઊંચાઈ પર સરદાર પટેલની છાતીમાંથી જુઓ નર્મદા ડેમનો નજારો

News18 Gujarati
Updated: August 9, 2019, 12:17 PM IST
135 મીટરની ઊંચાઈ પર સરદાર પટેલની છાતીમાંથી જુઓ નર્મદા ડેમનો નજારો
વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનું દ્રશ્ય.

રૂ. 3000 કરોડના ખર્ચે બનેલી સરદાર પટેલની પ્રતિમાની 135 મીટરની ઊંચાઈ પર વ્યૂઇંગ ગેલેરી આવેલી છે.

  • Share this:
ફરિદખાન પઠાણ/ દીપક પટેલ, નર્મદા : ગુજરાત માટે આનંદના સમાચાર છે. ડેમ પર દરવાજા લગાવાયા બાદ પ્રથમ વખત તેને ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવી છે. જે બાદમાં રાત્રે જ દરવાજા ખોલવાની નિર્ણય કરાયો હતો. હાલ ડેમના 23 ગેટ ખોલી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નર્મદા પહોંચેલા પ્રવાસીઓ સરદાર પટેલના સ્ટૂચ્યૂમાં 135 મીટરે આવેલી વ્યૂઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમ જોવાનો અદભુત લહાવો લઈ રહ્યા છે.

નોંધનીય છે કે રૂ. 3000 કરોડના ખર્ચે બનેલી સરદાર પટેલની પ્રતિમાની 135 મીટરની ઊંચાઈ પર વ્યૂઇંગ ગેલેરી આવેલી છે. આ ગેલેરીમાં એક સાથે 200 લોકો ઉભા રહી શકે છે. સરદાર સરોવર ડેમના દરવાજો ખોલવામાં આવ્યા બાદ શુક્રવારે સવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ પાણીના વધામણા કર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલા શુક્રવારે સવારે નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે નર્મદા ડેમના પાણીના વધામણા કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આખા ગુજરાત માટે આનંદના સમાચાર છે. નર્મદા ડેમ ભરાયો હોવાથી તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી ઉપરાંત કેનાલ નેટવર્ક દ્વારા ડેમના પાણીથી સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સૌની યોજના અંતર્ગત ડેમો પણ ભરવામાં આવી રહ્યા છે.


Loading...

ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા અનેક લોકો

નર્મદા ડેમના દરવાજા ખોલતા જ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પ્રવાસીઓ ત્યાં પહોંચી ગયા હતા અને સરદાર પટેલની છાતીમાં બનેલી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનો નજારો માણ્યો હતો. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર થતા જેના 23 ગેટ ખોલી નાખવામાં આવતા નર્મદામાં 6 લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી રહ્યું છે.

First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...