નર્મદા : MP મનસુખ વસાવાને પોલીસ પ્રોટેક્શન અપાયું, 'લવ જેહાદ'ના મામલે મળી હતી મારી નાખવાની ધમકી

નર્મદા : MP મનસુખ વસાવાને પોલીસ પ્રોટેક્શન અપાયું, 'લવ જેહાદ'ના મામલે મળી હતી મારી નાખવાની ધમકી
મનસુખ વસાવાના ઘરની બહાર એક પોલીસ કોન્સ્ટેબલ અને બે હોમગાર્ડનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો લાવવાના નિવેદન બાદ BJP સાંસદ મનસુખ વસાવાને લંડનથી ધમકીઓ મળતા નર્મદા પોલીસે સુરક્ષા આપી

 • Share this:
  દિપક પટેલ નર્મદા:-ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ‘લવ જેહાદ’નો કાયદ લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ (Mansukh vasava) સ્ફોટક નિવેદનો સાથે માંગ કરી હતી. હવે આ મુદ્દે તેમને વિદેશથી ધમકી મળી હતી તે વખતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘લવ જેહાદ’નો (Love Jihad) કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી ‘લવ જેહાદ’ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.

  જોકે, આ પ્રકારના નિવેદનો બાદ મનસુખ વસાવાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ ઘટનાના પગલે નર્મદા જિલ્લા પોલીસે મનસુખ વસાવાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આજે મનસુખ વસાવાના નિવાસસ્થાને પોલીસ અને હોમગાર્ડનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને તેઓ રાઉન્ડ ધી ક્લોક તહેનાત રહેશે.  આ પણ વાંચો :  સુરત : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! એક વર્ષનો બાળક રમતાં રમતાં બેટરીનો સેલ ગળી ગયો, સિવિલના તબીબોએ બહાર કાઢ્યો

  ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ‘લવ જેહાદ’નો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાને ‘લવ જેહાદ’ના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું હતું.

  UK અન ઉત્તર પ્રદેશના નંબરો પરથી આવ્યા હતા ધમકી ભર્યા ફોન

  આ બાબતે સાંસદ મનસુખ વસાવા એ uk અને up માંથી અનેક ફોન નંબર પરથી ધમકી ભર્યા ફોન આવ્યાનું નર્મદા જિલ્લા પોલીસ વડા અને ભરૂચ SPને નંબર આપી જાણ કરવામાં આવી હતી જે બાબત ને જિલ્લા પોલીસ વડા એ ગંભીરતા લઈ આજે રાજપીપલા તેમના નિવાસસ્થાને 1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનોનો સુરક્ષા આપવામાં આવી છે.

  આ પણ વાંચો :  કરૂણ ઘટના! પાટડીના ખેતરમાં કાકાએ ભૂંડ ભગાડવા ફાયરિંગ કર્યુ, ગોળી ભત્રીજાને વાગતા મોત

  જે પોલીસ જવાનો સાંસદ ના ઘર પાસે બેસી સુરક્ષા કરી રહ્યા છે અગાવ પણ આદિવસીઓ ના ખોટા દાખલા અંગે આજ સાંસદ મનશુખ વસાવા ને ધમકી મળતા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી
  Published by:Jay Mishra
  First published:January 04, 2021, 21:54 pm

  ટૉપ ન્યૂઝ