સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભુત નજારો : ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 50,070 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.

 • Share this:
  દીપક પટેલ, નર્મદા : જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે. રાજ્ય માટે આ ઐતિહાસિક ક્ષણ છે. નર્મદા ડેમ પર દરવાજા લગાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત ડેમ પરના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યંત્રી નીતિન પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા.

  હાલ નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડેમના 26 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમની ઇતિહાસમાં પ્રથમવાર દરવાજા ખોલાયા છે. ડેમ ખાતે પાણીની સપાટી 131 મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો. હાલ ડેમની સપાટી 131.16 મીટર છે. ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 50,070 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.

  નર્મદા ડેમના દરવાજા ખોલાયા


  ગોરા ગામનો બ્રીજ બંધ કરાયો

  નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવામાં આવે છે. ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. આ બ્રિજ પથ્થરોથી બનેલો છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં આ પુલ પર અવરજવર બંધ કરાઈ હોવાની જાહેરાત કરી છે.

  નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ

  નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાની સાથે સાથે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણ ડેમના ઉપરવાસ સાગબારા અને ડેડીયાપાડામાં ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. કરજણ ડેમનું રુલ લેવલ પાર થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાયા બાદ કરજણ નદીના કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ કરજણ નદી બે કાંઠે વહી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: