Home /News /south-gujarat /

પ્રતિમા પાછળ કરોડોનો ખર્ચ પણ સરદારની અન્ય 'યાદો'ની ઉપેક્ષા કેમ?

પ્રતિમા પાછળ કરોડોનો ખર્ચ પણ સરદારની અન્ય 'યાદો'ની ઉપેક્ષા કેમ?

'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિર્માણનો ખર્ચ રૂપિયા 3000 કરોડ સુધી પહોંચી શકે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિર્માણનો ખર્ચ રૂપિયા 3000 કરોડ સુધી પહોંચી શકે છે.

  સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ચોક્કસ જ દેશવિદેશના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બંને તરફ નર્મદા નદીના કિનારે 17 કિમી વિસ્તારમાં 'વેલી ઓફ ફ્લાવર્સ' બનાવવામાં આવી છે જેમાં રંગબેરંગી ફૂલોમાં વૈશ્વિક ફૂલોની પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફૂલોના સૌંદર્યને પણ રજૂ કરે છે. આ જોવા માટે દૂર દૂરથી લોકો આવશે જ.

  'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિર્માણનો ખર્ચ રૂપિયા 3000 કરોડ સુધી પહોંચી શકે છે. લોખંડી પુરૂષ સરદાર પટેલની યાદમાં રાજયમાં આકાર પામી રહેલા આ સ્ટેચ્યૂનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓકટોબર એટલે કે સરદાર પટેલની જન્મજંયતી પર કરશે. સરદાર સરોવર નિગમ લિમિટેડના રેકોર્ડ પ્રમાણે, રાજય સરકાર અને કેંદ્ર સરકારે અત્યાર સુધીમાં સ્ટેચ્યૂના નિર્માણ પાછળ 2134 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

  આ પણ વાંચો: 'તમે કોને મુર્ખ બનાવો છો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો મેડ ઇન ચાઇના છે': વાઘેલા

  L&T કંપનીને આગામી 15 વર્ષ સુધી સ્ટેચ્યૂના મેન્ટેનન્સ માટે 600 કરોડ રૂપિયા ચૂકવાશે.' ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા માગે છે. વિવિધ સુવિધાઓ સાથે ફાઈવ-સ્ટાર હોટલ પણ તૈયાર થઈ રહી છે.

  આટલો ભવ્યાતી ભવ્ય નજારો જોયા પછી જો ત્યાં આવેલા પ્રવાસીઓને મન થયું કે મારે સરદાર વલ્લભભાઇ પટેલનાં જન્મ સ્થળે જવું છે કે તેમણે જે શાળામાં શિક્ષણ લીધું હતું ત્યાં જવું છે કે જ્યાંથી તે જાહેર જીવનમાં સક્રિય થયા છે ત્યાં જવું છે. તો પ્રવાસીના મનમાં ઉભી કરાયેલી આ છબી ચોક્કસ જ ધડામ દઇને નીચે પડશે.

  આ પણ વાંચો: 'PM તમે 31 ઓક્ટોબરે નર્મદા ડેમ પર ન આવતાં': 6 ગામના સરપંચ

  સરદાર પટેલનો જન્મ નડિયાદના દેસાઇનગરમાં આવેલા ડુંગરસિંહ દેસાઇનાં મકાનમાં થયો હતો. આ રૂમની હાલત પણ પહેલા જેવી જ છે. એ રૂમના પથ્થરો કે ત્યાંની દિવાલને પણ આજે 143 વર્ષ થયા તો પણ તેમાં કોઇ સમારકામ કે લોકોને જોવું ગમે તેવું કંઇ જ ત્યાં બનાવવામાં આવ્યું નથી.

  આ ઉપરાંત જો આપણે વાત કરીએ નડિયાદમાં તેમણે અભ્યાસ કર્યો હતો તે શાળાની તો તેની હાલત પણ કંઇ વખાણવા લાયક નથી. ત્યાં થોડા વર્ષો પહેલા તો બાથરૂમની પણ સુવિધા ન હતી. આ શાળાના નળિયામાંથી પાણી પણ ટપકતુ હતુ, આવી બિસ્માર હાલતને સુધારવામાં સરકારનો તો કોઇ જ હાથ નથી પરંતુ એનઆરજી દાતાઓ પૈસા ભેગા કરીને શાળાને સારી બનાવી છે.

  અભ્યાસ પછી આપણે વાત કરીએ નડિયાદમાં આવેલા 'અનાથ આશ્રમ'ની કે જ્યાંથી 1997માં ગાંધીજીને પહેલી વખત સરદાર મળ્યાં હતાં. જે બાદથી તેઓ જાહેરજીવનમાં સક્રિય થયા હતાં. આ જ તે સ્થળ હતું જ્યાંથી તેમમે ખેડા સત્યાગ્રહ શરૂ કર્યો હતો જેની આગેવાની ગાંધીજીએ કરી હતી. તેની તો કદાચ ત્યાં રહેતા લોકોને પણ જાણ નહીં હોય. આ આશ્રમ સાચ્ચે 'અનાથ' થઇ ગયો લાગે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Narmada, Sardar Vallabhbhai Patel, Statue of unity

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन