નર્મદા ડૅમ છલોછલ ભરાયો, 3 જિલ્લાનાં 175 ગામ ઍલર્ટ પર

સરદાર સરોવર ઇતિહાસ રચવાથી 35 સેન્ટિમીટર દૂર

વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના 175 ગામો ઍલર્ટ પર છે

 • Share this:
  ફરીદ ખાન, દિપક પટેલ, કેવડિયા : સરદાર સરોવર નર્મદા ડૅમની (sardar Sarovar Narmada Dam) સપાટીમાં સતત વધારો થતો જાય છે. ડૅમમાં હાલ પાણીની સપાટી 138.68 મીટરની સર્વોચ્ચ સપાટી પાર કરી લીધી છે. ઉપરવાસમાં પડેલા (Rain)વરસાદના કારણે ડૅમમાં હાલ પાણીની આવક 5 લાખ 55 હજાર ક્યુસેક નોંધાઇ છે. ડૅમમાં પાણી ભયજનક સપાટીએ ન પહોંચે તે માટે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યએ 58 વર્ષ પહેલાં જે સ્વપ્ન જોયુંં હતું તે સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે.

  ડેમના દરવાજા (Narmda dam)ખોલીને હાલ 8 લાખ 11 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. કેવડિયા પાસે આવેલ ગોરા બ્રિઝ 6 દિવસથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. અને નદી કાંઠાના 175 ગામને એલર્ટ તમામ ગામો માં TDO અને સરપંચો સ્ટેન્ડબાઈ કરાયા ડેમની મહત્તમ સપાટીથી 35 સે.મી. બાકી છે.

  આ પણ વાંચોઃ- ATSએ ઝડપી પાડ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, 11 મહિનાથી ફરાર હતો

  ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડૅમની જળ સપાટીમાં સતત વધારો થતો જાય છે.

  સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે નદી બે કાંઠે

  ડૅમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. સાધુ બેટ પર નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાંથી ડૅમનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. કેવડિયામાં આ પ્રસંગની ઉજવણી માટે 16મી સપ્ટેમ્બરે ખાસ ઉત્સવનું આયોજન કરાશે.

  જનઉમંગ ઉત્સવ ઉજવાશે

  વડાપ્રધાન મોદી 17મી સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેવડિયાની મુલાકાતે આવશે. સરદાર સરોવર ઓવરફ્લો થવાની ખુશીમાં રાજ્ય સરકારે જન ઉમંગ ઉત્સવનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકાર સરદાર સરોવરની નીરના વધામણા કરશે. નમામી દેવી નર્મદે જન ઉમંગ ઉત્સવના માધ્યથી સરકાર ગામે ગામ સરદાર સરોવર ઓવરફ્લો થવાની ખુશીમાં મીઠાઈ વહેંચશે.
  Published by:ankit patel
  First published: