Home /News /south-gujarat /Narmada Dam Water level: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને 137.60 મીટર થઇ, મહત્તમ સપાટીથી થોડે જ દૂર

Narmada Dam Water level: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને 137.60 મીટર થઇ, મહત્તમ સપાટીથી થોડે જ દૂર

સરદાર સરોવર ડેમ ફાઇલ તસવીર

Sardar Sarovar Dam level: હાલ નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઇ છે. નર્મદા ડેમના બે દરવાજા ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે.

    નર્મદા : રાજ્યમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. ત્યારે રવિવારના રાતના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. 24 કલાકમાં 12 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઇ છે. નર્મદા ડેમના બે દરવાજા ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે.

    નર્મદા ડેમની સપાટી 137.60 મીટર


    આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઈ ગઇ છે. 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે. હાલ ડેમમાં 65881 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આ સાથે બે દરવાજા 0.20 સેમી ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાંથી 65,374 ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે.

    ભાદર-2 ડેમ ઓવરફ્લો


    રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર -2 ડેમ ફરી ઓવર ફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામા આવ્યા છે. ડેમમાં 12,540.03 ક્યુસેક પાણીની આવક સામે 12,540.03 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

    આ પણ વાંચો : જાણો આજે ક્યાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

    જેમાં ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર અને સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટા તાલુકાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ, માણાવદરના 4 ગામ અને પોરબંદરના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.


    મોજ ડેમ ઓવરફ્લો


    ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપલેટા તાલુકાના મોજ ડેમનો એક દરવાજો 0.25 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. મોજ ડેમની કુલ સપાટી 72.54 મીટર છે. પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Rain Update, Gujarat Weather Forecast, ગુજરાત, નર્મદા, નર્મદા ડેમ, હવામાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन