Sardar Sarovar Dam Water Level: ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભુ થયું છે.
અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Sardar Sarovar Dam water level) 89 ટકા ભરાયો છે. ડેમના ઉપરવાસ એટલે કે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માંથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી (Narmada Dam) વધી રહી છે. જોકે, આજે મંગળવારે સવારે ડેમની સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઘટાડા પાછળનું મુખ્ય કારણ ડેમમાંથી છોડવામાં આવી રહેલું પાણી છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 3.20 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી હાલ 135.02 મીટર પહોંચી છે.
ડેમના 23 દરવાજા ખુલ્લા
સોમવારે ડેમની સપાટી 135.51 મીટર સુધી પહોંચી હતી. હાલ ડેમના 23 દરવાજા ખોલીને 1 લાખ 65 હજાર પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ Rbph અને chphના પાવર હાઉસ ચાલુ થતા 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ રીતે નર્મદા નદીમાંથી કુલ 2.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી રીતે જોઈએ તો નર્મદા ડેમ હાલ 89 ટકા ભરાયો છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભુ થયું છે.
ગુજરાત માટે હજુ બે દિવસ ભારે (Gujarat rain forecast)
સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં 7-7 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે. આ તરફ કચ્છ સરહદે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે હજુ બે દિવસ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અને હજુ પણ અવિરત હેલી યથાવત છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદથી ગુજરાતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર