Home /News /south-gujarat /Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના

Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના

સરદાર સરોવર ડેમ (ફાઇલ તસવીર)

Sardar Sarovar Dam water Level: હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

વધુ જુઓ ...
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે. હાલ ડેમમાં 5,58,599 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણીની જાવક


હાલ સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ રીતે નર્મદા નદીમાં કુલ (દરવાજા + પાવરહાઉસ) 5,72,000 ક્યુસેક પાણીની જાવક છે. નદીમાંથી વધારે માત્રામાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


17મી ઓગસ્ટની આગાહી


આ દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: વરસાદના પળેપળના સમાચાર વાંચવા ક્લિક કરો...

ગુજરાતમાં પડેલો વરસાદ


ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 143.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.49 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.78 ટકા, સૌરાષ્ટ્રમાં 84.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો 246 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 81 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 134 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
First published:

Tags: Monsoon 2022, Narmada dam, Sardar Sarovar, ચોમાસુ