MPમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

મધ્યપ્રદેશમાંથી 40341 ક્યુસેક પાણીની આવક થઇ છે.

મધ્યપ્રદેશમાંથી 40341 ક્યુસેક પાણીની આવક થઇ છે.

  • Share this:
    દિપક પટેલ, નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 120.62 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાંથી 40341 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા બંધની જળ સપાટી 120.24 ક્યુસેક હતી. જે વધીને એક દિવસમાં 121.92 ક્યુસેક થઇ ગઈ છે. હાલ નર્મદા ડેમમાં 1203 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. ગુજરાતનાં ખેડૂતો માટે મુખ્ય કેનલમાં 6000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

    મધ્યપ્રદેશથી પાણીની આવક

    મધ્યપ્રદેશના ઓકારેશ્વર ડેમમાંથી 1422 ક્યુસેક પાણી છોડાયું અને બર્ગી અને હોશંગાબાદમાં વરસાદ પડતા નર્મદા બંધમાં અણીની પાણીની અવાક થઈ રહી છે. નર્મદા બંધમાં પાણીની અવાક 22,640 ક્યુસેક જેટલી થઇ રહી છે. જેને કારણે નર્મદા બંધની જળ સપાટી 120.24 ક્યુસેક હતી. જે વધીને એક દિવસમાં 120.42 ક્યુસેક થઇ ગઈ. આમ એક દિવસમાં 18 સેમી મોં વધારો નોંધાયો છે.

    આ પણ વાંચો : વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ, ધસમસતા પ્રવાહમાં 3 બાઇક તણાઇ

    ગઇકાલે સરદાર સરોવરનાં ઉપર વાસમાં કેચમેન્ટ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે મધ્ય પ્રદેશમાં આવેલ હોશંગાબાદમાં 11.2 મિલિમીટર, બર્ગી 14.07 મિલિમીટર વરસાદ નોંધાયો. વરસાદનાં કારણે ઓમકારેશ્વર ડેમમાં પણ પાણીની અવાક સારી થઇ છે. જેને કારણે ડેમના 6 ટર્બાઈનો શરૂ કરી દેવામાં આવ્યા. આ ટર્બાઈનો દ્વારા 1422 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઇ સીધુ નર્મદા બંધમાં છોડવામાં આવે છે. જેથી નર્મદા બંધમાં પાણીની સારી આવક થઇ રહી છે. હાલ 22640 ક્યુસેક સામે મુખ્ય કેનાલમાં 4685 ક્યુસેક પાણી જાય છે. ગોડબોલે ગેટ માંથી સીધુ નર્મદા નદીમાં 510 ક્યુસેક પાણી જાય છે એટલે અવાક જાવક કરતાં બમણી છે એટલે પાણી સ્ટોર થાય છે. જેને કારણે સપાટી વધી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published: