Home /News /south-gujarat /સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો ઘટાડો, 23 નહીં આજે 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા રખાયા
સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો ઘટાડો, 23 નહીં આજે 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા રખાયા
સરદાર સરોવર ડેમ
Gujarat Rain forecast: સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. રાજ્યના 207 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી ભરાયા છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે
કેવડિયા : સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી (Omkareshvar Dam) પાણી આવક (Dam water level) ઘટી છે. જેના કારણે, સરદાર સરોવર ડેમના 23 દરવાજાને બદલે માત્ર 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં કુલ જાવક 1,45,000 ક્યુસેક થશે. નર્મદા ડેમની સપાટી 135.46 મીટર નોંધાઈ છે. નદીમાં પાણીની 1,84,556 ક્યુસેક આવક થઇ છે. જ્યારે નદીમાં 3,95,027 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલમાં 18,342 ક્યુસેક પાણી છોડાયું છે.
રાજ્યના 207 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી
સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. રાજ્યના 207 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી ભરાયા છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે. 15 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 85 જળાશયોમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ. આ સાથે 15 જળાશયોમાં 80થી 90 ટકા જળસંગ્રહ છે. 89 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે.
આજે કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 21મી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. પરંતુ 22મી તારીખથી વરસાદની એક્ટિવિટી વધવાની સંભાવના છે. 22મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
પાટણ જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાધનપુર તાલુકાના ઘોળકડા ગામને જોડતી બનાસનદીમાં પાણી આવતા નદીના પાણીએ ગામના ખેતરો બેટમાં ફેરવ્યા છે. 200 વિઘાથી વધુ જમીનમાંથી નદીનો પ્રવાહ પસાર થતા તમામ પાક ઘોવાયા અને ખેતરમાં જવાના માર્ગ થયા બંધ સાથે આ પાણી ગામથી થોડે દૂર હોવાથી ગ્રામજનો ભયના ઓથાળ તળે રાત વિતાવી રહ્યા છે. 2015/17 માં આવેલા પુર બાદ નદીએ પોતાનું વહેણ બદલ્યું છે અને નદીનું પાણી બે ભાગમાં વહી રહી છે.
એક નદીના મૂળ પ્રવાસ સ્થાન અને બીજું વહેણ ગામ નજીક થી જેથી ગ્રામજનો ચિંતિત બન્યા છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નદીના પટમાં અડચણ રૂપ માટી તેમજ બબાળવો નું નિકાલ કરવામાં આવે જેથી નદીનું પાણી તેના મૂળ સ્થાન પર વહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર