Home /News /south-gujarat /Sardar Sarovar Dam: ઐતિહાસિક ક્ષણ: સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રી પટેલે કર્યા મા નર્મદાનાં વધામણાં

Sardar Sarovar Dam: ઐતિહાસિક ક્ષણ: સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રી પટેલે કર્યા મા નર્મદાનાં વધામણાં

સીએમ પટેલે નર્મદા નીરના વધામણાં કર્યા

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર 138.68 મીટરે પહોંચી છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણાં કરીને પૂજા અર્ચના કરી હતી.

  નર્મદા: ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના વધામણા કર્યા છે. નોંધનીય છે કે, સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો છે અને તેની પર ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર તેની મહત્ત્મ સપાટીએ પહોંચ્યો છે.

  મા નર્મદાની વિધિવત પૂજા થઇ


  સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર 138.68 મીટરે પહોંચી છે. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરના વધામણાં કર્યા છે. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ આ અંગે ગઇકાલથી જ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધુ હતુ. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી આજે સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી.


  સુંદર નજારો સર્જાયો


  બુધવારે ઉપરવાસમાંથી 2,23,308 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,23,308 ક્યુસેક થઈ રહી હતી. ત્યારે બુધવારે સવારે 10 દરવાજા 1.30 મીટર ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સવારે 10 કલાકે 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતુ.

  નર્મદા ડેમની આજની તસવીર


  આ પણ વાંચો: વંદે ભારત, તેજસ કે શતાબ્દી એક્સપ્રેસના ભાડાં જાણો

  નર્મદા ડેમના 10 દરવાજા ખુલતા પ્રવાસીઓ પણ જેનો લાહવો લેવાનું ચૂકતા નથી. ડેમ પર જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે દરવાજાથી પાણી માત્ર 1 ફૂટ દૂર હતા. નર્મદા ડેમના પાછળના વિસ્તારમાં તો જાને દરિયો હોઈ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


  2017માં નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું


  મહત્ત્વનું છે કે, પીએમ મોદીએ તા.17 સપ્ટેમ્બર 2017ના રોજ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. મોદીના 70માં જન્મદિન હતો ત્યારે 17 સપ્ટેમ્બર 2020ના રોજ લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. હવે બે વર્ષ બાદ ડેમ પૂર્ણ ભરાયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Sardar Sarovar Dam, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन