નર્મદા ડેમમાં નવા નીરની આવક, સપાટી 119.85 મીટરે પહોંચી

News18 Gujarati
Updated: July 1, 2019, 12:24 PM IST
નર્મદા ડેમમાં નવા નીરની આવક, સપાટી 119.85 મીટરે પહોંચી
સરદાર સરોવરમાંથી સિંચાઈ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ

  • Share this:
દિપક પટેલ, નર્મદા : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ છે.

ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું છે. ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય સિવાયના 204 જળાશયો પૈકીના એક જળાશયને એલર્ટ પર અને અન્ય એક જળાશયને વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો, રાજ્યના 121 તાલુકામાં વરસાદ, વલસાડ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં વરસાદના કારણે નવા નીર આવી રહ્યા છે અને પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 39.26 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે અને તેમાં નવા પાણીની આવક થઈ રહી છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના 139 જળાશયોના પાણીના સંગ્રહની સ્થિતિ ચિંતાજનક છે. કુલ ક્ષમતા સામે આ જળાશયોમાં હાલ માત્ર 7.32 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે.આ પણ વાંચો, વરસાદની અસર : ક્યાંક 15 ફૂટનો ભૂવો તો ક્યાંક સ્લેબ તૂટતા પંખો માથે પડ્યો

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 11.35 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 9.43 ટકા પાણીનો જ સંગ્રહ થયેલો છે.
First published: July 1, 2019, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading