Narmada Rain update : આ ડેમના ચાર દિવસથી દરવાજા ખુલ્લા કરાયા છે. જેમાંથી ડેમમાંથી ડેમમાંથી 5 લાખ 60 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. હાલ ડેમના તમામ પાવર હાઉસ ચાલુ છે.
કેવડિયા: ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમની (Narmada Dam) આવક વધી છે. નર્મદા ડેમની સપાટી (Narmada Dam water level) વધીને 135.20 મીટર થઈ છે. નર્મદા ડેમમાં આજે 7 લાખ 45 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ છે. ડેમના 23 દરવાજા 3.5 મીટર ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. આ ડેમના ચાર દિવસથી દરવાજા ખુલ્લા કરાયા છે. જેમાંથી ડેમમાંથી ડેમમાંથી 5 લાખ 60 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. હાલ ડેમના તમામ પાવર હાઉસ ચાલુ છે. ડેમમાં લાઈવ સ્ટોકની સ્થિતિ પર નજર નાંખીએ તો, 4508.6 MCM પાણીનો કુલ જથ્થો છે.
નર્મદા ઘાટ પાણીમાં ગરકાવ
નર્મદા ડેમથી 12 કિમિ દૂર ગરુડેશ્વર ગામ પાસે બનાવવામાં આવેલો વિયર ડેમ હાલ છલોછલ ભરાઇ ગયો છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે. જે ઘાટ પર નર્મદા આરતી પણ થતી હતી. હાલ આ ઘાટ પણ પાણીની આવકને કારણે ડૂબી ગયો છે. સરદાર સરોવર નર્મદા બંધના 23 ગેટ ખોલી હાલ 5.62 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.
જેમાં ગોરા ઘાટ પણ ડૂબી ગયો છે. ત્યારે ગરુડેશ્વર ખાતે બનાવવામાં આવેલા વિયર ડેમ કમ કોઝવે 5 મીટરથી વધુ સપાટીએ પહોંચતા હાલ 5 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી આરતી નર્મદા ઘાટે રોજ કરવામાં આવે છે. જે જોવા અને ત્યાં આવેલા મહાદેવના મંદિરે પ્રવાસીઓ આવી રહ્યાં છે.
ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર